અમદાવાદમાં ટાઈટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ,કોઈ જાન હાની થઈ નથી

અમદાવાદમાં ફરી એક વખત આગની ઘટના સામે આવી છે. શહેરના થલતેજ વિસ્તારમાં આજે (24મી ડિસેમ્બર) વહેલી સવારે ટાઇટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. આ આગ 9, 10 અને 11મા માળે લાગી છે. આગની ઘટનાને પગલે ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે થલતેજમાં ટાઇટેનિયમ બિલ્ડિંગના 9, 10 અને 11મા માળે ભિષણ આગ લાગી હતી. આ ઘટનાને લઈને 15થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. જોકે, આ આગ લાગવા પાછળનું કારણ શોટ સર્કિટ ના કારણે લાગી હોય તેવું જાણવા મળ્યું છે.

  • Related Posts

    અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે

    ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થાય છે ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી.ગુરુવારના રોજ સવારે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા…

    અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

    અમદાવાદમાં ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા 4 થી 5 પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ મળી રહ્યું નથી. જોકે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *