અમદાવાદના દિલ્લી દરવાજા પાસેથી જૂથ અથડામણ, કતલખાને લઈ જતા પશુઓનો કરાયો બચાવ

ગુજરાતમાં અનેક વાર જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગઈકાલે રાત્રે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હી દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાને લઈ જતા પશુઓને બચાવવા આવેલા ગૌ રક્ષક દ્વારા રોકવામાં આવતા બંન્ને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગેરકાયદેસર કતલખાને લઈ જતા પશુઓને બચાવવા જતા બંન્ને જૂથ વચ્ચે અથડામણ થયું હતુ. પશુઓને લઈ જતા 2 વાહનોને રોકતા મામલો બિચક્યો હતો.

2 જૂથ આમને સામને આવી જતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ બંન્ને જૂથને પોલીસે સમજાવ્યા બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને ટ્રાફિક જામ પણ દૂર કર્યો હતો.

કતલખાને લઈ જવાતા પશુઓનો બચાવ

ઉલ્લેખનીય છે કે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં રાત્રીના સમયે ગેરકાયદેસર કતલખાનામાં પશુઓને લઈ જતા ગૌ રક્ષક દ્વારા રોકવામાં આવતા બબાલ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ઉમટ્યાં હતા. જેના કારણે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *