IVF શું છે? જાણી લો આ પ્રક્રિયાની માહિતી, ડોક્ટરે જણાવ્યું કેટલાં છે સફળતાના ચાન્સ!

અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને ખાનપાનની અયોગ્ય રીતના કારણે લોકો ઇન્ફર્ટિલિટીના શિકાર બની રહ્યા છે. પરિણામે કેટલાંક કપલ્સને માતા પિતા બનવાનું સપનું અધૂરું રહી જાય છે. એવામાં આઇવીએફ ટેક્નિક એક નવી કિરણ બનીને ઉભરી છે. આ એવી રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી છે, જેનાથી ઇન્ફર્ટિલિટીની સમસ્યા દૂર થાય છે.

IVF એવા કપલ્સ માટે વરદાન છે જેઓ લાંબા સમય સુધી પ્રયત્નો બાદ પણ ગર્ભધારણ નથી કરી શકતા. આ ઉપરાંત કોઇ મહિલાની ઉંમર 35થી વધુ હોય તેમના માટે પણ આ ટેક્નિક ફાયદાકારક સાબિત થાય છે.

પ્રોસેસની શરૂઆત

આઇવીએફની પ્રથમ પ્રોસિજર કન્સલ્ટેશનથી શરૂ થાય છે. જેમાં પ્રજનન ક્ષમતાનું આકલન કરવામાં આવે છે. અંડાશયની ક્ષમતા ટેસ્ટ કરવા માટે AMH અને FSHની મદદથી સ્પર્મ ક્વોલિટીની તપાસ કરવામાં આવે છે. ત્યારબાદ ગર્ભાશય અને અંડાશયની સ્થિતિ વિશે જાણકારી મેળવવા માટે અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવે છે. આ ટેસ્ટના આધારે જ એક પર્સનલ ટ્રીટમેન્ટ પ્લાનન તૈયાર કરવામાં આવે છે.

IVF ફર્સ્ટ સ્ટેજ

આઇવીએફના પ્રથમ સ્ટેજમાં ઓવરીને ઉત્તેજિક કરવામાં આવે છે અને તેમાં FSH અને LH જેવા ઇન્જેક્શન આપવામાં આવે છે. આ દરમિયાન અલ્ટ્રાસાઉન્ડ અને બ્લડ ટેસ્ટની મદદથી ફોલિકલ્સના ડેવલપમેન્ટને મોનિટર કરવામાં આવે છે. જ્યારે ફોલિકલ્સ તૈયાર થઇ જાય છે, તો તેની મેચ્યોરિટીને અંતિમ રૂપ આપવા માટે HCG GnRH એગોનિસ્ટનો ટ્રિગર શોટ આપવામાં આવે છે. લગભગ 36 કલાક બાદ એગ્સને બહાર કાઢવામાં આવે છે, જેને ટ્રાન્સવજાઇનલ અલ્ટ્રાસાઉન્ડ ગાઇન્ડન્સ એસ્પિરેશન કહે છે. આ દરેક પ્રોસિજર દરમિયાન મહિલા એન્સેથેસિયાની અસર હેઠળ હોય છે.

IVF સેકન્ડ સ્ટેજ

એગ્સ બહાર કાઢ્યા બાદ મેલ પાર્ટનર અથવા ડોનરના સ્પર્મ સેમ્પલ લેવામાં આવે છે. જેમાં સૌથી હેલ્ધી સ્પર્મને અલગ કરવાાં આવે છે, જેથી ફર્ટિલાઇઝેશન માટે ઉપયોગ કરવામાં આવે છે. આ બે પ્રકારે થાય છે- સ્ટાન્ડર્ડ ઇન્સેમિનેશન અને ISCI, ત્યારબાદ ફર્ટિલાઇઝ્ડ એગ્સને 3થી 5 દિવસ સુધી લેબમાં ડેવલપ કરવામાં આવે છે.

ભ્રૂણનું ટ્રાન્સપ્લાન્ટેશન

ત્રીજા સ્ટેજમાં સૌથી સારી ક્વોલિટીવાળા ભ્રૂણની પસંદગી કરવામાં આવે છે. પાતળા કેથેટરનો ઉપયોગ કરીને મહિલાના ગર્ભાશયમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ પ્રોજેસ્ટોરોન સપ્લિમેન્ટેશન આપવામાં આવે છે જેથી ગર્ભાશયમાં ભ્રૂણ ઇમ્પ્લાન્ટને સપોર્ટ મળી શકે. પ્રોસિજર સફળ રહી કે નહીં તે જાણવા માટે ભ્રૂણ ટ્રાન્સપ્લાન્ટના અંદાજિત 10થી 14 દિવસ બાદ પ્રેગ્નન્સી ટેસ્ટ કરવામાં આવે છે.

IVFની સક્સેસ રેટ

એક્સપર્ટ અનુસાર, આઇવીએફની સક્સેસ રેટ મહિલાની ઉંમર અને તેની હેલ્થ કન્ડિશન પર નિર્ભર કરે છે. 2021ના આંકડા અનુસાર, 35 વર્ષથી ઓછી ઉંમરની પોતાના જ એગ્સને ઉપયોગ કરતી મહિલાઓમાં આઇવીએફ સાઇકલ્સમાં 50.8 ટકા રિઝલ્ટ જીવિત જન્મમાં થાય છે. જો કે, જેમ જેમ મહિલાની ઉંમર વધે છે, આઇવીએફ સક્સેસ રેટ ઘટી જાય છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો વિકલ્પ હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

  • News Reporter

    Related Posts

    B12 લેતા હોય તો ચેતી જજો! આ 3 વિટામિન સપ્લીમેન્ટ્સ શરીરનો કરે છે સત્યાનાશ, દૂર રહેવામાં જ ડહાપણ

    અમુક વિટામીન સપ્લીમેન્ટ્સ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, ખાસ કરીને તમારા પાચનતંત્રને વધારે નુકસાન પહોંચાડી શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, અમુક વિટામિન સપ્લીમેન્ટ્સ આપણા આંતરડાને જોખમમાં નાખી શકે છે.વિટામિન શરીર…

    આંતરડાની સફાઈ કરવા ક્યાં પીણાં છે ઉપયોગી?

    છાશ અથવા કાંજીનું સેવન શરીરમાં સારા બેક્ટેરિયા વધારીને ખરાબ બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. પણ અહીં આંતરડાની સફાઈ કરવા માટે ઉનાળા દરમિયાન તમારે કયું ડ્રિંક પસંદ કરવું જોઈએ? પ્રોબાયોટિક્સ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *