હોળી ધૂળેટી નિમિતે ST વિભાગનું ખાસ આયોજન, 1200 એક્સ્ટ્રા બસ દોડશે

રાજ્યના નાગરિકોને આગામી હોળી ધુળેટીના તહેવારો દરમિયાન સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા સવિશેષ આયોજન કરાયું છે.

આ તહેવારો દરમ્યાન વધારાની 1200 જેટલી બસો વડે કુલ 7100 જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે એમ ગુજરાત એસ.ટી.નિગમની યાદીમાં જણાવાયું છે.યાદીમાં વધુમાં જણાવાયાનુસાર નિગમ દ્વારા વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની બસોનું સંચાલન કરીને રાજ્યના નાગરિકો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે એ માટે વધારાની પરિવહન સેવા પુરી પાડે દર વર્ષે પુરી પાડે છે.

રાજ્યના પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંત રામપુર, છોટાઉદેપુર વગેરે જિલ્લાના નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓમાં નોકરી/ વ્યવસાય/ મજૂરી અર્થે આવન જાવન કરે છે.વતનથી બીજા જીલ્લામાં સ્થાયી થયેલ હોય તેવા પરિવારો હોળી- ધૂળેટી જેવા તહેવારોમાં માદરે વતન તરફ મુસાફરી કરતા હોય છે.જેથી, નાગરીકો પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં તહેવારો ઉજવી શકે તે હેતુથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જેવા કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વિગેરે જગ્યાએ જવા માટે વધારાની 1200 જેટલી બસો વડે કુલ 7100 જેટલી ટ્રીપો સંચાલિત કરવામાં આવશે.

જે પૈકી ડાકોર અને દ્વારકા જવા માટે 500 બસો દ્વારા 4000 જેટલી ટ્રીપો સંચાલિત કરાશે જ્યારે તારીખ 10 માર્ચ 2025થી 16 માર્ચ 2025 દરમ્યાન હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.ગત વર્ષે ગુજરાત એસ. ટી. દ્વારા 1000 જેટલી બસો દ્વારા 6500થી વધુ ટ્રીપોનું સંચાલન કરી મુસાફરોને વતન ભણી મોકલવામાં આવેલ. ઉપરાંત ડાકોર રણછોડરાયજી ફૂલડોલોત્સવ માટે 400 બસો દ્વારા 3000 ટ્રીપોનું દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસનું ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે તથા મુસાફરોને સંચાલન સબંધિત પૂછપરછ માટે નિગમના તમામ ડેપો પરથી અને નિગમના ટોલ ફ્રી નં. 1800 233 666666 ઉપર 24 કલાક જાણકારી મેળવી શકશે. જેનો રાજ્યના નાગરિકો દ્વારા ખાસ લાભ લેવા નિગમ દ્વારા અનુરોધ કરાયો છે.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *