અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો ભાંડો ફૂટ્યો, મહિલા પાસેથી ₹34 લાખનું સોનું જપ્ત

અમદાવાદ કસ્ટમ્સના ’એર ઇન્ટેલિજન્સ યુનિટ’ (AIU)ના અધિકારીઓએ અબુ-ધાબીથી ફ્લાઇટ નંબર 3ક111 દ્વારા આજે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગમન કરનાર એક મહિલા મુસાફરને અટકાવી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે,

આ મુસાફરે કસ્ટમ ડ્યુટી (જકાત) ચૂકવવાનું ટાળવાના ઈરાદાથી પોતાના વસ્ત્રો (બુરખા)ની અંદર 24 કેરેટ સોનાના બે ’ટીટી બાર’ છુપાવ્યા હતા, જેનું કુલ વજન 233 ગ્રામ હતું.જેની બજાર કિંમત 34,29,216 રૂપિયા થાય છે. આ સોનું કસ્ટમ્સ વિભાગ દ્વારા ‘કસ્ટમ્સ એક્ટ, 1962’ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે. આ સોનું કયાંથી અને કોની પાસેથી તેમજ કોને આપવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.અમદાવાદ કસ્ટમ્સ તરફથી પેસેન્જર પ્રોફાઇલિંગ બનાવવામાં આવે છે. આ પ્રોફાઇલિંગમાં મુસાફર કયારે કયારે અને કેટલી વાર ફલાઇટમાં પ્રવાસ કર્યો તેની વિગતો તૈયાર કરી છે. વારંવાર અવરજવર કરનારાની પ્રોફાઇલીંગના આધારે તપાસ કરવામાં આવે છે.

  • Related Posts

    પેટલાદના જોષીની ચાલી આંગણવાડી કેન્દ્રને 05 સ્માર્ટ ટીવીની ભેટ

    પેટલાદ : આણંદ જિલ્લાના પેટલાદ 1/2 ઘટક હેઠળ આવેલા જોષીની ચાલી આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોને આધુનિક અને ડિજિટલ શિક્ષણ મળી રહે તે હેતુથી 05 સ્માર્ટ ટીવી ભેટ આપવામાં આવ્યા હતા.…

    નડિયાદથી ‘સંસ્કૃત સપ્તાહ’નો ભવ્ય પ્રારંભ, ૧.૫ કિમીની ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’એ જમાવ્યું આકર્ષણ

    નડિયાદ : સાક્ષરભૂમિ નડિયાદથી ખેડા જિલ્લામાં ‘સંસ્કૃત સપ્તાહ’ની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ અને સંસ્કૃત પાઠશાળાના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *