રેવડી બજારની અનેક દુકાનોમાં ભીષણ આગ લાગતા અફરાતફરી

અમદાવાદ: શહેરના સૌથી વ્યસ્ત એવા રેવડી બજાર સ્થિત દુકાનોમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

પ્રાપ્ત અહેવાલો અનુસાર સિંધી માર્કેટની 30 જેટલી દુકાનોમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, રેવડી બજારમાં મોટાભાગની દુકાનો કાપડની હોવાથી દુકાનદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ વધુ વિકરાળ બની જતાં લોકો દુકાનોમાંથી નુકશાન ઓછું થાય તે રીતે કાપડ સહિતની વસ્તુઓ ખાલી કરવા લાગ્યા હતા.

ફાયર બ્રિગેડની જણાવ્યું કે, આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી કુલિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બપોરે 12.30 વાગ્યાની આસપાસ દુકાનોમાં આગ લાગી હતી.પ્રાથમિક અહેવાલો અનુસાર શોર્ટ સર્કિટને લાગેલી આગ પ્રસરી જતાં ભયાનક બની હતી. આગમાં 1.50 કરોડનું નુકસાન થયું હોવાનો વેપારીઓનો અંદાજ છે. આગને કાબૂમાં લેવા માટે ફાયરના જવાનો છાપરા પર ચડીને પાણીનો મારો ચલાવ્યો હતો.

  • Related Posts

    ડાકોરમાં 130 ફૂડ વેપારીઓ માટે નિઃશુલ્ક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ યોજાઈ

    નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વિવિધ જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા…

    રાજ્યના પ્રથમ ‘પત્રકાર વન’ની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી પ્રશંસા

    નડિયાદ : પત્રકારત્વના સામાજિક દાયિત્વ અને પર્યાવરણ સંરક્ષણને એકસાથે જોડતી અનોખી પહેલરૂપે ખેડા જિલ્લાના નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના પ્રથમ ‘પત્રકાર વન’નું નિર્માણ કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લા માહિતી કચેરી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *