CG રોડ અને સિંધુ ભવન રોડ આ તારીખે બંધ, જાણો કયા વૈકલ્પિક રૂટનો કરી શકશો ઉપયોગ

નવા વર્ષની ઉજવણીને લઈને અમદાવાદ શહેરમાં ભીડ અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મહત્વપૂર્ણ ટ્રાફિક ડાયવર્ઝન અને નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી દરમિયાન શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ વિસ્તારમાં વાહન પ્રવેશ માટે પ્રતિબંધ

પોલીસ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ 31 ડિસેમ્બરના સાંજે 6 વાગ્યાથી 1 જાન્યુઆરી રાત્રે 3 વાગ્યા સુધી CG રોડ પર સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. એ જ રીતે, સિંધુ ભવન રોડ પર ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાય લાઈન ચાર રસ્તા સુધી બંને બાજુથી વાહન વ્યવહાર પર પ્રતિબંધ રહેશે. શહેરમાં આવન-જાવન માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ટ્રાફિક પરનો દબાણ ઘટાડી શકાય.

આ ઉપરાંત, 31 ડિસેમ્બરના દિવસે સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી વાહનોને શહેરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. SG હાઈવે પર પણ 31 ડિસેમ્બર રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરી રાત્રે 3 વાગ્યા સુધી વાહન વ્યવહાર બંધ રહેશે અને વાહનચાલકોને સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. બીજી બાજૂ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના અમદાવાદ પ્રવાસને ધ્યાનમાં રાખીને 27 ડિસેમ્બર સાંજે 6 વાગ્યાથી 28 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી સમગ્ર શહેરમાં નો-ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા નાગરિકોને સહકાર આપવા અને સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *