આપ ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી 28મીએ થશે.

નર્મદા જિલ્લા ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને અપશબ્દો બોલી માર મારવાના પ્રકરણમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરેલી જામીન અરજીની સુનાવણી આગામી તા.28 ના રોજ રાખવામાં આવી છે.આ કેસના ફરિયાદી સંજય વસાવાના વકીલ દ્વારા સમયની માગણી કરવામાં આવતા કેસમાં મુદત પડી હતી. આમ ધારાસભ્યને આગામી તહેવારોના દિવસો હજુ જેલમાં જ ગાળવા પડશે.

ઉલ્લેખનીય છે કે મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. જેને પગલે ચૈતર વસાવાએ હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.

કેસમાં ફરિયાદના આક્ષેપો મુજબ, થોડા દિવસો પહેલાં ડેડિયાપાડા પ્રાંત ઓફિસરની કચેરી ખાતે એટીવીટીની મળેલી બેઠકમાં સરકારી અધિકારીઓ, હોદ્દેદારો ઉપરાંત આપના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર હતા.

એ વખતે કમીટીમાં તેમના સભ્યોનો સમાવેશ નહી થતાં ચૈતર વસાવાએ ઉશ્કેરાઇ જઇ સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને ગાળો આપી હતી અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને કાચનો ગ્લાસ છુટ્ટો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બનાવને લઇ સંજય વસાવાએ ડેડિયાપાડા પોલીસમથકમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૃદ્ધ એફઆઇઆર દાખલ કરાવી હતી. જે ગુનામાં પોલીસે બાદમાં ચૈતર વસાવાની ધરપકડ કરી હતી.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *