રાજ્યમાં પ્રાઈવેટ પાર્ટીમાં દારુની રેલમછેલ થવાનું સામાન્ય બની ગયું છે. એક પછી એક આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ નજીક સાણંદમાં નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ્સમાં ચાલતી હાઈ પ્રોફાઈલ પાર્ટી ઉપર સાણંદ પોલીસ ત્રાટકી હતી અને દારુ અને હુક્કાની મહેફિલ માણતા 81 જેટલા યુવક-યુવતીઓ ઝડપાઈ હતી. આ મહેફિલ ‘AV’ની 25મી એનિવર્સરીના નામે આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતા. મોડી રાતે જ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે હાઈ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.
નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ પર સાણંદ પોલીસ ત્રાટકી
અમદાવાદના સાણંદના ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં બર્થડે પાર્ટી બાદ હવે વધુ એક વિકેન્ડ હોમમાં હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી ઝડપાઈ હતી. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ નજીક આવેલા સાણંદના ગોરસ સીમ નજીક આવેલા નિર્વાણ ગ્રીન્સ વિકેન્ડ હોમમાં હાઈપ્રોફાઈલ દારુ હુક્કા પાર્ટી ચાલતી હોવાની જાણ થતાં સાણંદ પોલીસ ટીમ સાથે ત્રાટકી હતી. અહીં મહેફિલ માણતા 81 જેટલા યુવક યુવતીઓને પોલીસ ઝડપી પાડ્યા હતા.
38 યુવતીઓ અને 43 યુવકો ઝડપાયા
સાણંદ પોલીસ જ્યારે હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી પર ત્રાટકી ત્યારે ટેબલો સજાવીને બેઠેલા 81 માલાતુજાર યુવક-યુવતીઓ ઝડાપાય હતા. જેમાં 38 યુવતીઓ અને 43 યુવકોનો સમાવેશ થાય છે. આ તમામ બિલ્ડર, વેપારી અને મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તમામની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લવાયા હતા. અને મેડિકલ ટેસ્ટની કામગીરી ચાલું છે.
એક દંપતિની 25મી એનિવર્સટીની ઉજવણી માટે મહેફિલ
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ મહેફિલ એક દંપતિની 25મી એનિવર્સરીના નામે આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતા. આ મહેફિલમાં ફૂડ કાઉન્ટર ગોઠવાયા હતા અને 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો. આ રેઈડમાં 10થી વધુ હુક્કા અને અનેક દારૂની બોટલો કબ્જે કરવામાં આવી છે.
20થી વધારે લક્ઝરીયસ ગાડીઓ પોલીસ દ્વારા કબજે કરાઈ
અટકાયતમાં લેવાયેલા લોકોમાં 38 યુવતીઓ અને 43 યુવકોનો સમાવેશ થાય છે. આ પકડાયેલા પૈકી મોટા ભાગના લોકો 35થી 40 વર્ષથી વધુ વયના છે.સાણંદની મહેફિલમાં 20થી વધારે લક્ઝરીયસ ગાડીઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે.
લગ્નજીવનની 25મી વર્ષગાંઠમાં પાર્ટીમાં ઉજવણીમાં જેટલા પણ લોકો ઝડપાયા છે એમાં મોટાભાગે અમદાવાદના બિલ્ડર, વેપારીઓ અને ડોક્ટર ક્ષેત્રે સંકળાયેલા લોકો હોવાનું સામે આવ્યું છે.





