
ગાંધીનગર: ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી (FDCA) દ્વારા રાજ્યભરમાં 300થી વધુ હોટલોમાં પીરસાતા પનીરના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા. 35 ટકાથી વધુ પનીરના નમૂનાઓ ફેઈલ થયા છે, જેનાથી હોટલ અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કાળાબજાર તથા આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું છે. 100થી વધુ હોટલોમાં નકલી પનીર, અમદાવાદ-રાજકોટ-સુરત સહિત અનેક શહેરો અસરગ્રસ્તઆ સર્વે ગુજરાતના મોટાં શહેરો જેમ કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા ઉપરાંત નાના શહેરોમાં પણ કરવામાં આવ્યો. તપાસમાં 100થી વધુ હોટલોમાં પનીરમાં ભેળસેળ પકડાઈ હતી, જે સામાન્ય નાગરિકોની આરોગ્ય સૂચકતા માટે ચિંતાજનક છે. FDCA અધિકારીઓ અનુસાર, હોટલ અને રેસ્ટોરાંઓમાં પીરસાતું પનીર સ્ટાન્ડર્ડ ગુણવત્તાનું હોવું જરૂરી છે, પરંતુ દર વખતે આ મર્યાદાઓનું પાલન થતું નથી.
શુદ્ધ અને ભેળસેળયુક્ત પનીરમાં શું તફાવત છે?
પનીરની ગુણવત્તા તેના મિલ્ક કેટ (Milk Fat) પર આધાર રાખે છે.સ્ટાન્ડર્ડ પનીર→ 50% થી વધુ મિલ્ક ફેટ ધરાવે છે અને આરોગ્ય માટે યોગ્ય ગણાય છે. મિડિયમ ફેટ પનીર→ 20% થી 50% મિલ્ક ફેટ હોય છે, જે ખાવા માટે મર્યાદિત રીતે યોગ્ય છે.લો કેટ પનીર 20% થી ઓછુ મિલ્ક ફેટ હોય છે, જે નકલી અથવા ભેળસેળયુક્ત પનીર ગણાય છે અને આરોગ્ય માટે નુકસાનકારક હોઇ શકે છે.
ભેળસેળયુક્ત પનીરથી શું નુકસાન થઈ શકે?
10% થી 15% મિલ્ક ફેટ ધરાવતા નકલી પનીરમાં પામ ઓઇલ અથવા સોયા ઓઇલ મિક્સ કરવામાં આવે છે.એસીડીક એસિડ ભેળવવામાં આવે છે, જે શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે. આ પનીર પાચનતંત્ર, લીવર અને હાર્ટ માટે ગંભીર અસરકારક બની શકે છે.
નકલી પનીર ખાવાના ભયજનક પરિણામો:ફૂડ પોઇઝનિંગ, પેટની સમસ્યાઓ, તીવ્ર એસિડિટીલીવર અને કિડની સંબંધિત બીમારીઓ હાર્ટની તકલીફ અને કોલેસ્ટરોલનું પ્રમાણ વધે તેવી સંભાવના લાંબા સમય સુધી આવા પનીરનું સેવન કરવાથી કેન્સર જેવા ગંભીર રોગ થવાની શક્યતા
તંત્ર દ્વારા તાકીદની સૂચનાઓ:હોટલ અને ફૂડ પ્રોડક્ટ્સનું નિયમિત ચેકિંગ આમ જનતાએ પનીર ખરીદતી વખતે સાવચેત રહેવું અને સારી બ્રાન્ડવાળું પનીર પસંદ કરવું.શંકાસ્પદ પનીરનો ઉપયોગ ટાળવો અને સ્થાનિક તંત્રને જાણ કરવી.