
અન્ય રાજ્ય અને વિદેશથી ગુજરાતમાં આવતી ઘણી મહિલાઓ રાજ્યમાં આવેલાં સ્પા અને મસાજ સેન્ટરમાં પણ કામ કરે છે. આવાં સ્પા સેન્ટર્સ નોંધાયેલાં નહીં હીવાના કારણે આર્થિક, સામાજિક રીતે પછાત મહિલાઓ, વિદેશી મહિલાઓ વિઝિટર ટુરિસ્ટ વિઝા પર એજન્ટો મારફતે આવતી હોય છે. એજન્ટો આવી મહિલાઓની મજબૂરીનો લાભ ઉઠાવે છે. તેમને વિવિધ લોભ અને લાલચ આપી માનવ તસ્કરી કરી સ્પા અને મસાજ સેન્ટર્સમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરાવે છે. સરકાર સૂચનો સ્વીકારશે તો સ્પા સંચાલકોએ કડક નિયમો પાળવા પડશે.સ્પા-મસાજ સેન્ટર માટે હાલમાં કોઈ નિયમો કે જાહેરનામું નથી આ પ્રકારની પ્રવૃત્તિ સદંતર નાબૂદ થાય તે માટે UNODC (યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડગ્સ એન્ડ ક્રાઈમ), કેન્દ્રીયગૃહ મંત્રાલય તથા રાજ્ય સરકાર સમયાંતરે એડવાઈઝરી આપે છે. આવી પ્રવૃત્તિને અટકાવવા માટે ગુજરાતમાં 40 એન્ટિ હ્યુમન ટ્રાકિકિંગ યુનિટ કાર્યરત છે. તેમ છતા ક્યાંક કસર રહેતી હોવાનું ખૂલ્યું છે. જેના લીધે હોટલ અને સ્પા સેન્ટર્સમાં દેહવિક્રયની પ્રવૃત્તિ વ્યાપક રીતે ચાલતી હોવાનું CID ક્રાઇમના ધ્યાનમાં આવ્યું છે.સ્પા સેન્ટરમાં સીસીટીવી કેમેરા લગાવી. સીઆઇડી ક્રાઈમે સરકારને આવાં 35 સૂચન આપ્યાં છે. જે સરકાર આ સૂચનોનો અમલ કરશે તો હવે સ્પા સંચાલકોએ તે કડક નિયમો પાળવા પડશે.સ્પાના ઓઠા હેઠળ ગુજરાતમાં કેટલીક જગ્યાએ દેહવિક્રય ચાલતો હોવાનું ઘણીવાર સામે આવી ચૂક્યું છે. થોડા સમય પહેલાં સીઆઈડી ક્રાઇમે એક્સાથે 35 જગ્યાએ દરોડા પાડીને 24 ગુનાઓ નોંધ્યા હતા. જેને ધ્યાનમાં લઈને આ બદીને રોકવા માટે ગુજરાતમાં શું કરવું જોઈએ તે અંગે રાજ્યના સી.આઇ.ડી.ક્રાઇમ વિભાગે સરકારને સૂચન કર્યા છે. જેના પર સરકાર આગામી દિવસોમા નિર્ણય લે તેવી શક્યતા છે.
સીઆઈડી કાઈમે સરકારને કરેલાં 35 પ્રકારનાં સૂચન આ પ્રમાણે છે.• રાજ્યમાં ચાલતા તમામ સ્પા- મસાજ સેન્ટર માટે ગૃહ વિભાગ હસ્તક એક પોર્ટલ કાર્યરત રહેશે. જેમાં તમામ સ્પા-મસાજ સેન્ટરના માલિક તથા કર્મચારીઓની સંપૂર્ણ વિગતો અપડેટ કરવાની રહેશે. આ વિગતોમાં નામ, ઉંમર, જાતિ (લિંગ), સંપૂર્ણ સરનામું (રાજ્ય સાથે), સંપૂર્ણ લાયકાત, નાગરિકતા, પાસપોર્ટ સાઈઝનો ફોટો વગેરે માહિતી ઉપલબ્ધ રહેશે. જો કર્મચારીઓ શિફટ મુજબ કામગીરી કરાવવામાં આવતી હોય તો શિફટ મુજબના કર્મચારીઓની વિગતો પણ દર્શાવવાની રહેશે. જ્યારે પણ સેન્ટરમાં કોઈ કર્મચારીના બદલે નવા કર્મચારી આવે તો તેની સંપૂર્ણ વિગત રોજેરોજ અપડેટ કરવાની રહેશે.બંધ રૂમોમાં સ્પા-મસાજ સેન્ટરની સેવાઓ આપવાની સ્પષ્ટ મનાઈ છે. જેનું અવશ્ય પાલન કરવાનું રહેશે.• સ્પા-મસાજ સેન્ટરના રૂમોમાં લગાવાયેલા દરવાજાઓને બંધ કરવા માટે કોઈ સ્ટોપર કે બોલ્ટની વ્યવસ્થા ન હોવી જોઈએ. સેન્ટરમાં જાતે બંધ થાય (Auto Dour Cloure)ની વ્યવસ્થા ફરજિયાત હોવી જોઇએ.રૂમ-મસાજ સેન્ટરના રૂમોમાં લગાવવામાં આવેલા દરવાજાઓ તથા પાર્ટિશનની દીવાલોની અંદર શુ ગતિવિધિ થઈ રહી છે તે રીત ધુધડું દેખાય તેવા કાચ લગાવવાના રહેશે.• કામકાજના કલાકો દરમિયાન સ્પા-મસાજ સેન્ટરના બહારના દરવાજા ફરજિયાત પણે ખુલ્લા રાખવાના રહેશે.* મસાજનું કામ કરવાવાળા, માલિશ કરવાવાળા દરેક વ્યક્તિની પાસે ફિઝિયોથેરાપી, એક્યુપ્રેશર અથવા વ્યવસાયિક સારવાર (ચિકિત્સા )નું અધિકૃત સંસ્થાનું માન્ય ડિગ્રી કે ડિપ્લોમાનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
7 વર્ષથી માંડી આજીવન કેદ સુધી સજાની જોગવાઈ અનૈતિક વ્યાપાર (પ્રતિબંધ) અધિનિયમ કલમ 3,4,5,7એ મેટ્રો કોર્ટમાં તેની ટ્રાયલ ચાલે છે. જ્યારે કલમ 6, 9 હોય તો સેશન્સ ટ્રાયલ ગણાય છે. આ ગુનામાં 7 વર્ષથી વધુ અને આજીવન કે 10 વર્ષની સજાની જોગવાઈ છે. કલમ 3,4,5,7માં 5 વર્ષથી ઓછી સજા હોય છે. સ્પાવાળા પાસે કોઈ લાઈસન્સ હોતું નથી. ગૃહ ઉદ્યોગને મ્યુનિ. જે લાઈસન્સ આપે છે તે તેમની પાસે હોય છે. પોલીસ કોઈ લાઈસન્સ આપતી નથી.