
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 28 લોકો માર્યા જતા આખો દેશ ગુસ્સામાં છે અને ફિલ્મ સ્ટાર્સ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચનની ચૂપકીદી પર યુઝર્સ આગબબુલા થઈ ગયા છે. જો કે કેટલાક યુઝર્સ અમિતાભના બચાવમાં પણ આવ્યા છે અને કહ્યું છે. ખામોશી પણ ઘણું બધું કહેતી હોય છે.
રાત્રે 1 વાગ્યાને 20 મિનિટે અમિતાભે પોતાના ટવીટર એકાઉન્ટ પર ટવીટના નામે માત્ર ટી-5356 લખ્યુ અને આગળની જગ્યા ખાલી છોડી દીધી હતી. જેને લઈને યુઝર્સને ગુસ્સો આવ્યો હતો.
એક યુઝર્સે લખ્યું- જયાજીએ ફોન છીનવી લીધો શું? પહેલગામ વિષે આગળ ન લખી શકયા?, એક યુઝરે લખ્યું- કાશ્મીરમાં જે થયું તેના પર એક પોસ્ટ નહીં! અન્ય યુઝરે લખ્યું- કયારેક કયારેક બોલી નાખવું જોઈએ, નરસંહાર બાદ ખામોશી સારી નથી.
જો કે અન્ય યુઝર્સે બિગબીનો બચાવ પણ કર્યો છે. એક યુઝર્સે બચાવ કર્યો કે ખામોશી ઘણુ બધું કહે છે. અન્ય ફેન્સે લખ્યું- ખૂબજ દુ:ખદાયક લાગે છે, લાગે છે અમિતાભ સર શબ્દોની કમી પડી ગઈ છે, કદાચ કંઈક લખવા ઈચ્છતા હતા પહેલગામ પર.