‘નાની-મોટી બબાલ થાય તો પોલીસ સ્ટેશન ના જતા…વકીલ, વચેટિયા અને પોલીસ વચ્ચે નીચોવાઈ જશો’

બનાસકાંઠાના દિયોદર તાલુકાના અસાણા ગામમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું ફરી એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. ધાર્મિક પ્રસંગમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે અમુક ગામની વસ્તી કરતા તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદો વધારે હોય છે. નાની મોટી બબાલ થાય તો પોલીસ સ્ટેશન જવાના બદલે ગામના આગેવાનો ભેગા મળી ન્યાય કરજો. ઝઘડો થાય તો પોલીસ સ્ટેશન ના જતા સમાજ કુટુંબને ભેગા મળી કરી અને ન્યાય કરજો. પોલીસ સ્ટેશન જવાથી વકીલ વચેટીયા અને પોલીસ વચ્ચે નીચોવાઈ જવાય છે.

બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને અપીલ કરતા એક નિવેદન આપ્યું છે. દિયોદરના અસાણા ગામે ધાર્મિક પ્રસંગ દ્વારા ગેનીબેને ઠાકોર સમાજને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણમાં ખર્ચાઓ વધુ થાય અને કુરિવાજો બંધ થાય. મને અભિનંદન આપવાનું મન થાય છે કે અસાણા ગામ પોલીસ સ્ટેશન એ ઓછું જતું હશે. નાની મોટી બબાલ થાય તો સમાધાન કરી લેવું.

તેમણે ઉમેર્યું હતું કે જો પોલીસ ફરિયાદ દાખલ થાય ત્યારબાદ અનેક ખર્ચાઓ થતા હોય છે અને જો ના છૂટકે પોલીસ સ્ટેશન જવું પડે તો એ વસ્તુ અલગ છે. ગેનીબેન ઠાકોરે ભારપૂર્વક જણાવ્યું હતું કે નાની મોટી બબાલ થાય તો ઘરમાં પતાવી દેજો, સમાજ વાળા ન્યાય કરશે તેઓ પોલીસવાળા નહીં કરે. ગેનીબેન ઠાકોરે સમાજને સમાજને સમાધાનકારી વલણ અપનાવવા ટકોર કરી છે.

  • Related Posts

    ગુજરાતમાં સફેદ દૂધનો કાળો કારોબાર, યુરિયા અને ડિટર્જન્ટનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

    સાબરકાંઠા જિલ્લામાં દૂધમાં ભેળસેળનું એક મોટું રેકેટ ઝડપાયું છે. છેલ્લા પાંચ વર્ષથી સેંકડો ગામડાઓમાં લોકોને ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય ખતરનાક રસાયણોનો ઉપયોગ કરીને બનાવટી દૂધ અને છાશ પીરસવામાં આવી રહી…

    સાણંદમાં વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારુ હુક્કા પાર્ટી પર પોલીસ ત્રાટકી, 81 યુવક-યુવતીઓ ઝડપાયા

    રાજ્યમાં પ્રાઈવેટ પાર્ટીમાં દારુની રેલમછેલ થવાનું સામાન્ય બની ગયું છે. એક પછી એક આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ નજીક સાણંદમાં નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ્સમાં ચાલતી હાઈ પ્રોફાઈલ પાર્ટી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *