ડૉ. કે.એલ.એન.રાવ ગુજરાતના ઇન્ચાર્જ DGP બન્યા, વિકાસ સહાય નિવૃત્ત

ગુજરાતના નવા DGP તરીકે ડો.કે.એલ.એન. રાવનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના DGP વિકાસ સહાયનું એક્ટેન્શન પૂર્ણ થતાં 31 ડિસેમ્બરે તેઓ નિવૃત્ત થયા છે. ડૉ કે.એલ.એન. રાવને ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ DGP બનાવાયા છે. હાલ કે. એલ.એન.રાવ CID ક્રાઈમમાં કાર્યરત છે.

ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી

ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી છે. તેમની નિવૃત્તિને 22 મહિનાનો સમય બાકી છે. ડૉ. કે.એલ.એન.રાવે ખેડા, મહેસાણા, સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં પણ ફરજ બજાવી હતી. રાજકોટ રેન્જ DIG અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે. તેમણે ઘણા સમય સુધી ગુજરાતની અનેક જેલોના વડા તરીકે પણ ફરજ નિભાવી છે.

જી.એસ. મલિક પણ ડીજીપીની રેસમાં હતા.

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક પણ ડીજીપીની રેસમાં હતા. પરંતુ હાલ ઇન્ચાર્જ ડીજીપી મુકવા અંગેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સિનિયર મોસ્ટ આઈપીએસ અધિકારી તરીકે ડો. રાવ હોવાના કારણે તેમને ઇન્ચાર્જ ડીજીપી તરીકે હાલમાં મૂકવામાં આવ્યા છે.

  • Related Posts

    ગુજરાતમાં સફેદ દૂધનો કાળો કારોબાર, યુરિયા અને ડિટર્જન્ટનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

    સાબરકાંઠા જિલ્લામાં દૂધમાં ભેળસેળનું એક મોટું રેકેટ ઝડપાયું છે. છેલ્લા પાંચ વર્ષથી સેંકડો ગામડાઓમાં લોકોને ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય ખતરનાક રસાયણોનો ઉપયોગ કરીને બનાવટી દૂધ અને છાશ પીરસવામાં આવી રહી…

    સાણંદમાં વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારુ હુક્કા પાર્ટી પર પોલીસ ત્રાટકી, 81 યુવક-યુવતીઓ ઝડપાયા

    રાજ્યમાં પ્રાઈવેટ પાર્ટીમાં દારુની રેલમછેલ થવાનું સામાન્ય બની ગયું છે. એક પછી એક આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ નજીક સાણંદમાં નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ્સમાં ચાલતી હાઈ પ્રોફાઈલ પાર્ટી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *