ગુજરાત પર મોટી આફત! આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ મચાવશે તાંડવ, હવામાન વિભાગનું એલર્ટ

ગુજરાતમાં ફરી એકવાર કુદરતનો કોપ વરસવાનો છે. અરબ સાગરની ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે ગુજરાત પર ફરી એકવાર આફતના વાદળો મંડરાઈ રહ્યા છે. અરબસાગરમાં ડિપ્રેશન બનતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અન્ય ભાગોમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં, જ્યારે અન્ય ભાગોમાં ચાર દિવસ વરસાદની આગાહી છે.

અરબ સાગરમાં સક્રિય થયેલી ડિપ ડિપ્રેશન સિસ્ટમને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. ખાસ કરીને દરિયાઇ વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 30 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે 26 ઓક્ટોબર 2025ના રોજ અમરેલી, સુરત સહિત 8 જિલ્લાઓમાં અતિભારે જ્યારે અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિત 16 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

27 ઓક્ટોબર 2025ના રોજ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

28 ઓક્ટોબર 2025ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે રાજકોટ, બોટાદ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, નર્મદા, તાપ અને ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી સામે આવી છે. તેમણે આગાહી કરી છે કે, આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી 48 કલાકમાં ભારે વરસાદની શક્યતા રહેશે. જેમાં અમદાવાદ સાણંદ, નડિયાદ, વડોદરા, પંચમહાલ,ઉતર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ કેટલાક ભાગોમાં બપોર પછી હવામાનની અંદર પલ્ટો આવશે 48 કલાકમાં વરસાદની શક્યતા રહેશે. મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

  • Related Posts

    ગુજરાતમાં સફેદ દૂધનો કાળો કારોબાર, યુરિયા અને ડિટર્જન્ટનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

    સાબરકાંઠા જિલ્લામાં દૂધમાં ભેળસેળનું એક મોટું રેકેટ ઝડપાયું છે. છેલ્લા પાંચ વર્ષથી સેંકડો ગામડાઓમાં લોકોને ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય ખતરનાક રસાયણોનો ઉપયોગ કરીને બનાવટી દૂધ અને છાશ પીરસવામાં આવી રહી…

    સાણંદમાં વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારુ હુક્કા પાર્ટી પર પોલીસ ત્રાટકી, 81 યુવક-યુવતીઓ ઝડપાયા

    રાજ્યમાં પ્રાઈવેટ પાર્ટીમાં દારુની રેલમછેલ થવાનું સામાન્ય બની ગયું છે. એક પછી એક આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ નજીક સાણંદમાં નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ્સમાં ચાલતી હાઈ પ્રોફાઈલ પાર્ટી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *