ગાંધીનગરના મહિલા પોલીસકર્મીનો હત્યારો તેનો પરિણીત પ્રેમી નીકળ્યો

અમદાવાદના શાહીબાગ પોલીસ હેડકવાટરમાં ફરજ બજાવતી અને ગાંધીનગરમાં રહેતી મહિલા પોલીસકર્મી રિંકલ વણઝારાની હતયાનો ભેદ ઉકેલાયો છે. લગ્ન સંબંધને લઈને થયેલી તકરારમાં તેના જ પરિણીત પ્રેમી મોહન પારગીએ ગળું દબાવીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મોહન પારગીને અમરેલીથી ઝડપી પાડવામાં આવ્યો છે.

આ અંગે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીએ પત્રકાર પરિષદ યોજીને વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલીસકર્મી રિંકલ વણઝારાની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. આ હત્યા તેના પરિચિત મોહન પારગીએ જ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસ અધિક્ષક રવિતેજા વાસમ શેટ્ટીએ વધુમાં જણાવ્યું હતું કે, રિંકલ વણઝારા અને મોહન પારગી કોલેજ સમયથી એકબીજાને ઓળખતા હતા અને તેમના વચ્ચે છેલ્લા 15 વર્ષથી અંગત સંબંધો હતા.

મોહન પારગી પરિણીત છે અને તેને 4 વર્ષનું બાળક પણ છે. 2015માં તેના લગ્ન થયા હતા. રિંકલ મોહન સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી, પરંતુ મોહન લગ્ન કરવા તૈયાર નહોતો. આ બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી, જેના પગલે મોહને રિંકલની હત્યા કરી નાખી હતી.

  • Related Posts

    ગુજરાતમાં સફેદ દૂધનો કાળો કારોબાર, યુરિયા અને ડિટર્જન્ટનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

    સાબરકાંઠા જિલ્લામાં દૂધમાં ભેળસેળનું એક મોટું રેકેટ ઝડપાયું છે. છેલ્લા પાંચ વર્ષથી સેંકડો ગામડાઓમાં લોકોને ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય ખતરનાક રસાયણોનો ઉપયોગ કરીને બનાવટી દૂધ અને છાશ પીરસવામાં આવી રહી…

    સાણંદમાં વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારુ હુક્કા પાર્ટી પર પોલીસ ત્રાટકી, 81 યુવક-યુવતીઓ ઝડપાયા

    રાજ્યમાં પ્રાઈવેટ પાર્ટીમાં દારુની રેલમછેલ થવાનું સામાન્ય બની ગયું છે. એક પછી એક આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ નજીક સાણંદમાં નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ્સમાં ચાલતી હાઈ પ્રોફાઈલ પાર્ટી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *