
ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ- 2025માં 47 દેશોમાંથી ઓછામાં ઓછા 143 પતંગબાજો અને દેશના 11 રાજ્યોમાંથી 52 પતંગબાજો ભાગ લેશે.આ ફેસ્ટિવલનું આયોજન ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા 11 થી 14 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાતના 11 શહેરોમાંથી 417 પતંગબાજો પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે ઉદ્ઘાટન સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુલુભાઈ બેરા ઉપસ્થિત રહેશે . 12 જાન્યુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ અને વડોદરા ખાતે અને 13 જાન્યુઆરીએ સુરત , શિવરાજપુર, ધોરડો ખાતે સમાન પતંગોત્સવનું આયોજન કરવામાં આવશે.
રિવરફ્રન્ટ પાસે ઉદ્ઘાટન પછી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજોની પરેડ, નાઇટ કાઇટ ફલાઇંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પતંગ વર્કશોપ પણ યોજાશે, જ્યારે આ સ્થળે હેન્ડીક્રાફટ્સ અને રિફ્રેશનમેન્ટ સ્ટોલ રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે, ગયા વર્ષે જ્યારે પતંગ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે 55 દેશોના 153, અને દેશના 12 રાજ્યોના 68 અને ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો હતો. જોકે આ વર્ષે આ સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે