અમદાવાદમાં મતગણતરી શરું, શરુઆતી વલણમાં ભાજપ આગળ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડ માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન થયું હતું. જેનું પરિણામ આજે આવવાનું શરૂ થયું છે. અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ માટે 2 મતગણતરી કેન્દ્રો પર આજે સવારેથી મતગણતરી હાથધરવામાં આવશે.

દરેક કેન્દ્ર પર આરઓની નિમણૂક કરીને પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને એલડી કોલેજ ખાતે આશરે 800 પોલીસ કર્મચારીઓ અને ગુજરાત કોલેજ ખાતે લગભગ 700 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

સવારે પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે, ત્યારબાદ એલડી કોલેજ ખાતે એક સાથે 9 વોર્ડ અને ગુજરાત કોલેજ ખાતે 7 વોર્ડની મતગણતરી હાથ ધરાશે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે કડક બંદોબસ્ત ગોઠવાયો છે.

  • Related Posts

    વાસદમાં બાળકીની હત્યા: આરોપીએ પોલીસ પર ચાકુથી હુમલો કરતા પોલીસે ચલાવી ગોળી, સારવાર દરમિયાન મોત

    આણંદ: વાસદમાં ચાર વર્ષની બાળકીના અપહરણ બાદ હત્યાના જઘન્ય કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી સુરેશ વિઠ્ઠલ પરમારની પોલીસ સાથે થયેલી અથડામણ બાદ મોત થયું છે. મળતી માહિતી અનુસાર, વાસદમાં બનેલી બાળકીના…

    અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો ભાંડો ફૂટ્યો, મહિલા પાસેથી ₹34 લાખનું સોનું જપ્ત

    અમદાવાદ કસ્ટમ્સના ’એર ઇન્ટેલિજન્સ યુનિટ’ (AIU)ના અધિકારીઓએ અબુ-ધાબીથી ફ્લાઇટ નંબર 3ક111 દ્વારા આજે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગમન કરનાર એક મહિલા મુસાફરને અટકાવી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *