અમદાવાદમાં નશામાં ચૂર કારચાલકનું કારસ્તાન, રોડ પર આવેલા મંદિરમાં ઘૂસાડી દીધી કાર

અમદાવાદમાં મોડી રાત્રે દાણીલીમડા વિસ્તારમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત કારચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં તેમજ રોડ પરના મંદિર સાથે અથડાતા મંદિર પણ ખંડિત કરી દીધુ હતું. ઘટનાની જાણ થતાં તુરંત જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારચાલકની અટકાયત કરી હતી.

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં નશામાં ધૂત પૂરપાટ ઝડપે આવતા કારચાલકે મોડી રાત્રે અકસ્માત સર્જ્યો હતો. કારચાલક ધવલરાજ ભુવનેતરે દાણીલીમડા સર્કલ પાસે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં. કાર એટલી સ્પીડમાં હતી કે, ડ્રાઇવર તેના પર કાબૂ ન મેળવી શક્યો અને ગાડી ફૂટપાથ પર ચઢી ગઈ. આ સિવાય રોડ પરના મંદિરે ગાડીની ટક્કર થતાં મંદિર પણ તૂટી ગયું હતું. બાદમાં સ્થાનિકો દ્વારા તુરંત જ નબીરાને ઝડપી લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.

નોંધનીય છે કે, સદ્નસીબે અકસ્માતમાં કોઈનું મોત નથી નિપજ્યું. તમામ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હાલ અકસ્માત સર્જનાર આરોપી સામે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે.

  • News Reporter

    Related Posts

    અમદાવાદમાં સાબરમતી નદી પર 12 માળની ઇમારત જેટલો ઊંચો પુલ બની રહ્યો છે, જાણો વિગત

    અમદાવાદમાં સાબરમતી નદી પર એક નિર્માણાધીન પુલ જે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર (MAHSR) અથવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ભાગ છે, તે અદ્યતન બેલેન્સ કેન્ટીલીવર ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યો…

    1 ઓગસ્ટથી લાગૂ થશે નવા નિયમો, ક્રેડિટ કાર્ડ, UPI, LPG સહિત 6 ફેરફાર થશે

    1 ઓગસ્ટ 2025થી ઘણા મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે, જે તમારા ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. જેમાં ક્રેડિટ કાર્ડ, UPI, LPG, CNG, બેંક રજાઓ અને હવાઇ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *