અમદાવાદના પાલડીમાં યુવકની જાહેરમાં હત્યા, કારથી ટક્કર માર્યાબાદ છરીના ઘા ઝીંક્યા

અમદવાદમાં કાયદો અને વ્યવસ્થા કથળતી જતી હોય એવું લાગે છે કારણ કે ગંભીર પ્રકારના ગુનાઓ દિવસને દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને જાહેરમાં હત્યા કરવાનો ટ્રેન્ડ ચાલતો હોય એવું લાગી રહ્યું છે. ગુનેગારોને પોલીસનો ડર ન હોય એમ જાહેરમાં જ હત્યા જેવા ગુનાઓને અંજામ આપતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો પાલડીમાં બન્યો છે. પાલડીમાં વહેલી સવારે યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. યુવકને કારથી ટક્કર માર્યા બાદ તેને છરીના ઘા ઝીંકી હત્યાર કરી હતી. ઘટના અંગે જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પહેલા કારથી ટક્કર મારી અને પછી છરીના ઘા ઝીંક્યા

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરનાપાલડીના ભઠ્ઠા વિસ્તારમાં નામચીન યુવક નૈસલ ઠાકોર વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ અંજલી ફ્લાય ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશન પહેલા આવતી ગલી પાસે પહોંચ્યો, ત્યારે પાછળથી એક નંબરપ્લેટ વગરની સ્વીફ્ટ ગાડી આવી હતી.

નૈસલ ઠાકોરને કારથી જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ કારમાં આવેલા શખ્સો ગાડીમાંથી બહાર નીકળ્યા હતા અને છરીના ઘા માર્યા હતા. છરીના ઘા મારી નૈસલ ઠાકોરને રોડ ઉપર લોહીલુહાણ હાલતમાં મુકી ફરાર થઈ ગયાં હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નૈસલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, જોકે તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પાલડી પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    ગુજરાતમાં સફેદ દૂધનો કાળો કારોબાર, યુરિયા અને ડિટર્જન્ટનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

    સાબરકાંઠા જિલ્લામાં દૂધમાં ભેળસેળનું એક મોટું રેકેટ ઝડપાયું છે. છેલ્લા પાંચ વર્ષથી સેંકડો ગામડાઓમાં લોકોને ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય ખતરનાક રસાયણોનો ઉપયોગ કરીને બનાવટી દૂધ અને છાશ પીરસવામાં આવી રહી…

    સાણંદમાં વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારુ હુક્કા પાર્ટી પર પોલીસ ત્રાટકી, 81 યુવક-યુવતીઓ ઝડપાયા

    રાજ્યમાં પ્રાઈવેટ પાર્ટીમાં દારુની રેલમછેલ થવાનું સામાન્ય બની ગયું છે. એક પછી એક આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ નજીક સાણંદમાં નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ્સમાં ચાલતી હાઈ પ્રોફાઈલ પાર્ટી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *