અમદાવાદના જ્વેલરી શોરૂમ માંથી સેલ્સગર્લ ₹ 1.16 કરોડના દાગીના લઇ રફુચક્કર, ઘટના CCTV કેમેરામાં કેદ

અમદાવાદમાં જ્વેલરી શો રૂમમાં 1.66 કરોડ રૂપિયાના દાગીનાની ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવે છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા જ્વેલરી શોરૂમમાં કામ કરતી સેલ્સગર્લ લગભગ 1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીના રફુચક્કર થઇ ગઇ છે. દાગીના ચોરી કરવાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ છે.

પોલીસ ફરિયાદ મુજબ અમદાવાદના કૃષ્ણ વિસ્તારમાં રહેલા દર્શનભાઇ શહેર નિકોલમાં અનમોલ પાસે ગ્રેવિટી શોપિંગ મોલમાં આભૂષણ નામ સોના ચાંદીના દાગીનાનો શોરૂમ ધરાવે છે. તેમના શોરૂમમાં હર્ષિદા શેટ્ટી નામની એક યુવતી છેલ્લા 11 મહિનાથી સેલ્સગર્લ તરીકે નોકરી કરતી હતી. તેમના શોરૂમમાં દાગીના ચોરીની ઘટના 11 મે, 2026ના રોજ બની હતી.

પ્રાપ્ત વિગત મુજબ 11 મે 2026ના રોજ દિનેશભાઇ શાહ બપોરે ઘરે જમવા ગયા હતા ત્યારે હર્ષિદા શેટ્ટીએ ચોરીનો અંજામ આપ્યો હતો. હર્ષિદા શેટ્ટી એ શો રૂમમાં સોનાની ચેન, લકી, ઘડિયાષ બુટ્ટી, મંગળસુત્ર, પેન્ડલ અને વીંટી સહિત કૂલ 1.66 કરોડ રૂપિયાના દાગીના ચોરી લીધા હતા. તેણે ચોરેલા દાગીના શોરૂમના યુનિફોર્મમાં છુપાવી દીધા હતા. દાગીનાની ચોરી કર્યા બાદ બાદ હર્ષિદા શેટ્ટી ઇમરજન્સી હોવાનું જણાવી ઘરે જતી હતી. જો કે સાંજે દિનેશ ભાઇને ડિસ્પ્લેમાં એક બ્રેસલેટ ઓછું જતા સ્ટાફની પુછપરછ કરી હતી. આ દરમિયાન હર્ષિદા શેટ્ટી ગેરહાજર હતી. ત્યારબાદ દિનેશભાઇ શેટ્ટીએ શોરૂમના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં હર્ષિદા શેટ્ટી શોરૂમના કબાટમાંથી સોનાના દાગીના ચોરી પોતાના ખિસ્સામાં મૂકતી દેખાય છે. ત્યારબાદ તે શોરૂમના બીજા માળે આવેલા સ્ટોર માંથી પોતાની બેગ લઇ બહાર નીકળી હતી. આ ઘટના બાદ હર્ષિદા શેટ્ટીનો ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો.

તપાસ દરમિયાન સામે આવ્યું ચેક, હર્ષિદા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર Stay Loyal સ્ટેટ્સ રાખ્યું હતું. હાલ પોલીસ શોરૂમ માંથી દાગીના ચોરી કરનાર હર્ષિદા શેટ્ટીની શોધખોળ કરી રહી છે.

  • Related Posts

    નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે ત્યજી ન દેવા જાહેર જનતાને અપીલ

    નડિયાદ : નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા બહારથી એક નવજાત શિશુ મળી આવતાં ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ…

    ડાકોરમાં 130 ફૂડ વેપારીઓ માટે નિઃશુલ્ક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ યોજાઈ

    નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વિવિધ જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *