અમદાવાદના ગોતા બ્રિજ પર ડમ્પરની ટક્કર, બે યુવકોના ઘટનાસ્થળે મોત

અમદાવાદના ગોતા બ્રિજ પર બુધવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા બાઇક સવાર બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, ગોતા બ્રિજ પર વાહનોની અવરજવર વધુ હતી ત્યારે આ ઘટના બની હતી, જેમાં ડમ્પરની ટક્કરથી બાઇક ચાલક અને પાછળ બેઠેલા યુવક રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ પામ્યા હતા.

ટ્રાફિક પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ થરાદના વતની અને હાલ પાલડીના કોચરબ વિસ્તારમાં રહેતા નરપતભાઈ ડાંફી રેપિડોમાં રાઈડર તરીકે કામ કરતા હતા. બુધવારે સાંજે છ વાગ્યે તે મુસાફર સુશીલકુમાર પ્રસાદ(મૂળ રહે. યુ.પી.)ને લઈને વૈષ્ણોદેવી સર્કલ તરફ જઈ રહ્યા હતા. ગોતા બ્રિજ ઉતરતી વખતે નરપતભાઈએ આગળ જઈ રહેલા ડમ્પરને જમણી બાજુથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓવરટેક કરતી વખતે બાઈકનું હેન્ડલ અચાનક ડમ્પર સાથે અથડાયું હતું, જેના કારણે નરપતભાઈએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. સંતુલન બગડતા જ બાઈકચાલક અને મુસાફર બંને સીધા ડમ્પરના આગળના ટાયર નીચે આવી ગયા હતા. ડમ્પરનું ભારે ટાયર બંને યુવકના શરીર પરથી ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા હતા અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને એસ.જી. હાઈ-વે ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતકોના પરિવારજનોને જાણ કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. હાલમાં ડમ્પર ચાલક વિમલ ડોડીયા (ઉં.26, દાહોદ) વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

બાઈકસવાર બંનેએ હેલમેટ પહેર્યા હતા.

ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા ટુવ્હીલર ચાલક ઓવરટેક કરવા જતા આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું હતું. ડમ્પર ચાલક સામાન ખાલી કરીને વૈષ્ણોદેવી તરફ જઇ રહ્યો હતો. બંને મૃતકોએ હેલમેટ પહેર્યા હોવા છતાં મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે.

  • Related Posts

    અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો ભાંડો ફૂટ્યો, મહિલા પાસેથી ₹34 લાખનું સોનું જપ્ત

    અમદાવાદ કસ્ટમ્સના ’એર ઇન્ટેલિજન્સ યુનિટ’ (AIU)ના અધિકારીઓએ અબુ-ધાબીથી ફ્લાઇટ નંબર 3ક111 દ્વારા આજે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગમન કરનાર એક મહિલા મુસાફરને અટકાવી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ…

    હકાભા ગઢવીનો મોટો દાવો: “નિલેશ એરવાડિયા ખેડૂતો સાથે ગદ્દારી કરે છે, મને 1 કરોડની ઓફર કરવામાં આવી”

    મોરબી જિલ્લાના જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. હકાભા ગઢવીએ દાવો કર્યો કે નિલેશ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *