હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની હવામાનને લઈ મોટી આગાહી?

ગુજરાત સહિત દેશ આખામાં હોળીકા દહનની શરૂઆત થઈ ગઈ છે. ફાગણ પૂર્ણિમાના દિવસે હોલિકા દહનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે હોલિકા દહન પહેલા પૂજા પાઠ કરવાથી લઇને તેની રાખને ઘરે લાવવી શુભ માનવામાં આવે છે. ત્યાં જ હોળીની જ્વાળાઓ આપણને ઘણા સંકેત આપતી હોય છે. ગુજરાત ભરમાં લોકોએ હોળી પ્રગટાવી જેને લઈને ઘણા સંકેતો મળ્યા છે. જેમાં ખાસ કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હોળીની જ્વાળાને લઈને મોટી આગાહી કરી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે હોળીની જ્વાળાઓ જે દિશા તરફ જઈ રહી હતી તેના પરથી આગામી વર્ષનો વરતારો કર્યો હતો. જે અંગે આવનાર વર્ષ અંગે આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વખતની હોળીનો પવન ઉત્તર દક્ષિણ તરફનો છે. આ પવન આવનાર વર્ષ માટે ખૂબ જ સાનુકૂળ રહેશે. હોળીની જ્વાળાઓને જોતા એવું લાગે છે કે સવારમાં ઠંડી રહેશે અને બપોર બાદ ગરમીનું વાતાવરણ રહેવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ સારું રહેવાની સંભાવના છે. આજની હોળીનો પવન પરંપરાગત રીતે સારું રહેવાનું સૂચવે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીના જ્વાળા પરથી વર્ષનો વરતારો કર્યો.

હોળીની જ્વાળા જોતા ગુજરાતમાં પવનની દિશા પણ સાનુકૂળ રહેવાની શક્યતા છે. ખેડૂતો માટે આ ખૂબ જ સારું વર્ષ જોવામાં આવી રહ્યું છે કેમકે પશ્ચિમ ઉત્તરનો પવન સારો દક્ષિણ નૈઋત્યના પવનો સાધારણ વરસાદ કરે હોળીની ઝાળ ઉપર જતી નથી હોળીનો પવન આ વખતે પવન ધુમરાં પણ લેતી નથી. કેમકે નથી કેમકે પવન ઉત્તર દક્ષિણ હોવાથી વર્ષ સારું રહેવાની વાત પુરવાર કરે. જેથી સારું ચોમાસું અને ખેડૂતો માટે ખૂબ જ સાનુકૂળ ભર્યું ગણવામાં આવી રહ્યું છે.

  • Related Posts

    ખેડા જિલ્લામાં એસ.ટી. વિભાગને રૂ. 14 કરોડનાં વિકાસકાર્યોની ભેટ: નડિયાદ વર્કશોપનું ખાતમુહૂર્ત, કપડવંજ વર્કશોપનું લોકાર્પણ

    ખેડા જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે નડિયાદ એસ.ટી. ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત અને કપડવંજ એસ.ટી. ડેપો વર્કશોપનું લોકાર્પણ…

    હવે અજાણ્યા નંબર પરથી ફોન આવે ત્યારે દેખાશે કોલ કરનારનું નામ! 1 નવેમ્બરથી નવી સુવિધા લાગુ થવાની તૈયારી

    આજના ડિજિટલ યુગમાં મોબાઇલ ફોન આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયો છે. જોકે, સ્માર્ટફોનના વધતા ઉપયોગની સાથે ફેક કોલ્સ, સ્પામ કોલ્સ અને સાયબર ફ્રોડની ઘટનાઓ પણ ચિંતાનો વિષય બની રહી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *