સિગારેટ પીવાથી હોઠ કાળા થઇ ગયા છે? આ ટીપ્સ અનુસરી હોઠને ગુલાબી બનાવો.

હોઠ ચહેરાની સુંદરતા જાળવી રાખે છે. ગુલાબી અને સ્વસ્થ હોઠ સુંદરતા વધારે છે, તેમજ તે આત્મવિશ્વાસમાં વધારો કરે છે. જો કે, ઘણા લોકો ધૂમ્રપાન કરે છે, જેના કારણે તેમના હોઠ કાળા થઈ જાય છે. હકીકતમાં તેમા નિકોટિન અને ટાર હોય છે, જે સમય જતાં હોઠનો રંગ કાળો કરે છે.

જો તમે પણ ધૂમ્રપાન કરો છો અને તમારા હોઠ કાળા થઈ ગયા છે, તો પછી અમુક ખાસ ટીપ્સ અનુસરીને તમે તમારા હોઠને કાળા માંથી નેચરલી ગુલાબી અને આકર્ષક બનાવી શકો છો.

હોઠ પર મધ અને લીંબુ લગાવો.

જો તમારા હોઠ કાળા થઈ ગયા છે, તો તમે લીંબુ અને મધને મિક્સ કરી તેને ગુલાબી બનાવી શકો છો. હકીકતમાં, તેમાં ઘણા પ્રકારના એન્ઝાઇમ અને વિટામિન સી હોય છે, જે મૃત ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં હાજર મધ હોઠને પણ મોઇશ્ચરાઇઝ કરે છે.

કેવી રીતે ઉપયોગ કરવો?

હોઠ પર મધ અને લીંબુ લગાવવા માટે પહેલા અડધો લીંબુ નિચોવો. હવે તેમાં અડધી ચમચી મધ ઉમેરો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટ હળવા હાથથી તમારા હોઠ પર લગાવો. તેને લગભગ 10 થી 15 મિનિટ માટે રહેવા દો. થોડી વાર પછી તેને ચોખ્ખા પાણીથી ધોઈ લો. તમે આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં બેથી ત્રણ વખત કરી શકો છો. આનાથી થોડા દિવસોમાં તમારા હોઠ કાળા રંગથી ગુલાબી થઈ જશે.

  • Related Posts

    દુનિયામાં ધ્રૂમપાન કરતા ફાસ્ટ ફૂડ ખાવાને કારણે વધુ લોકો જીવ ગુમાવે છે.

    ઉત્તર પ્રદેશથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે દરેક પરિવારે ધ્યાન રાખવા જેવા છે. 11 ધોરણમાં ભણતી એક 16 વર્ષની અહાના શેખને ફાસ્ટ ફુડ ખાવની ટેવ પડી ગઇ હતી. અહાનાને…

    શાકાહારી ભોજનમાં વિટામીન બી-12 ની કમી સ્વાસ્થ્ય માટે ભારે 

    શાકાહારી ભોજનની થાળીમાં વિટામીન-બી-12 ની કમીથી લોકોને ભુલવાની સમસ્યા, ચિડિયાપણુ નસોમાં નબળાઈ અને અન્ય સ્વાસ્થ્ય પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ માહિતી આઈએમએસ, બીએચયુમાં હેમેટોલોજી કોન્ફરન્સમાં બહાર આવી છે.કેજીએમયુનાં…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *