ગુજરાત પોલીસ ભરતીની તારીખમાં ફેરફાર : નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં

પોલીસ ભરતીની તૈયારી કરનાર ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પહેલાં 25 નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા યોજાવાની હતી. જોકે, હવે આ પરીક્ષા નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં યોજવામાં આવશે.

હસમુખ પટેલે ચેરમેન પદેથી રાજીનામું આપતા ભરતી પ્રક્રિયાને અસર થઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા ડિસેમ્બરમાં લેવામાં આવતા ઉમેદવારને વધારાનો સમય મળી શકે છે.

હાલ આ પરિક્ષાને લઇ ઉમેદવારો છેલ્લા 6-4 મહિનાથી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે શારિરીક પરીક્ષામાં વાપરવામાં આવતી ચિપ પણ હજુ આવી ન હોવાથી પરીક્ષાનો સમય લંબાયો છે.10 થી 15 ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ, PSI અને PI ભરતી માટેની શારીરિક પરીક્ષા લેવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષાના આયોજનને લઈને હજુ સુધી સત્તાવાર રીતે કોઈ નક્કી તારીખ જાહેર કરવામાં આવશે.

  • Related Posts

    અમદાવાદમાં હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના!કાર ચાલકે બાઇકને ટક્કર મારી, બાઇક બોનેટમાં ફસાયેલી હોવા છતાં ઢસેડતા જ ફરાર!

    અમદાવાદમાં એક કાર બોનેટમાં મોટરસાઇકલ ફસાઈને ઘણા અંતર સુધી દોડતી રહી. ત્યારબાદ ડ્રાઇવરે વાહન રોક્યું અને ખૂબ જ મુશ્કેલીથી કારમાંથી બાઇકને કાઢી હતી. ત્યારબાદ તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસ…

    વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલ જઈને દેશમાં સંકટ પેદા કર્યું : કેજરીવાલના પ્રહાર

    ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ગરમ થયેલા રાજકીય વાતાવરણમાં સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલે રાજકોટ વિમાની મથકે પત્રકારો સાથેની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *