અસરાનીની ઈચ્છા મુજબ સાદગીથી મુંબઈમાં અંતિમ સંસ્કાર થયાઅંગ્રેજ કે જમાને કે `જેલર’ અસરાનીની એકઝીટ : દાયકાઓ સુધી હસાવનાર કોમેડિયન-અભિનેતાનું નિધન

દાયકાઓ સુધી લોકોને હસાવનાર મશહુર કોમેડીયન-અભિનેતા અસરાનીએ દિવાળીના પર્વે 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ગોવર્ધન અસરાનીએ સવારે તો સૌને દિવાળીની શુભકામના પાઠવી હતી અને બપોરે 3.30 વાગ્યાની આસપાસ આખરી એકઝીટ કરી હતી. અસરાનીના મેનેજરના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા ચાર દિવસથી મુંબઈની આરોગ્ય નિધિ હોસ્પિટલમાં દાખલ થયા હતા તેમના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું.

બપોરે 3.30 વાગ્યે તેમનું નિધન થયું હતું અને સાંજે જ તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. તેમના અંતિમ સંસ્કાર પરિવારના સભ્યો અને ખાસ મિત્રોની ઉપસ્થિતિમાં કરાયા હતા. અસરાનીએ તેમની પત્ની મંજુને કહ્યું હતું કે પોતાના અંતિમ સમયમાં તે કોઈ ભીડ નથી ઈચ્છતા કે ના તો લોકોને પરેશાન કરવા માંગે છે, તે શાંતિથી વિદાય લેવા માંગે છે. આ કારણે જ તેમની સાદગીપૂર્ણ અંતિમ યાત્રામાં માત્ર 20 લોકો જ હાજર હતા.

અસરાનીના નિધનના સમાચારથી બોલીવુડમાં શોકની લાગણી ફેલાઈ છે. અક્ષયકુમાર, રાજયપાલ યાદવ, અનુપમ ખેર સહિત અનેક સેલિબ્રિટીએ અસરાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અક્ષયકુમારે લખ્યું છે- તેમના નિધનથી નિઃશબ્દ છું. હજુ એક સપ્તાહ પહેલા જ `હેવાન’ની શુટીંગ દરમ્યાન અમે એકબીજાના ગળે મળ્યા હતા. રાજયપાલ યાદવે અસરાની સાથે કરેલી ફિલ્મોના દ્દશ્યો યાદ કર્યા હતા.

જેકી શ્રોફે કહ્યું હતું- તેમના આત્માને શાંતિ મળે. અસરાનીએ `શોલે’, `સત્યકામ’, `કોશિશ’, `બાવર્ચી’ જેવી હિન્દી ફિલ્મો ઉપરાંત `મા-બાપ’, `દી વાળે ઈ દીકરા’ જેવી ઢગલાબંધ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

શોલે’માં અંગ્રેજના જમાનાના જેલરની ભૂમિકાએ તેમને ખૂબ જ પ્રસિધ્ધિ અપાવી હતી. કારકિર્દીના અંતિમ દોરમાં પણ તેઓ સક્રિય હતા. અક્ષયકુમાર, રાજપાલ યાદવ, પરેશ રાવલ સાથેની તેમની કેમિસ્ટ્રી જામી હતી.

  • Related Posts

    જોન અબ્રાહમને ઓળખી ના શક્યા ફેન્સ, અભિનેતાનો નવો લુક

    પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા જોન અબ્રાહમ હંમેશા તેના અભિનય અને ફિટનેસ માટે ચર્ચામાં રહે છે. ચાહકો તેના આગામી પ્રોજેક્ટ્સની આતુરતાથી રાહ જુએ છે. અભિનેતાના ફિટનેસ રૂટિનના ફોટા પણ સોશિયલ મીડિયા પર…

    તમન્નાએ 6 મિનિટ ડાન્સ માટે રૂ।.6 કરોડ ફી લીધી ?

    સાઉથથી બોલિવૂડ સુધી પોતાની ઓળખ ઉભી કરનારી તમન્ના ભાટિયા આજકાલ ફિલ્મો કરતાં પોતાનાં ડાન્સને લઈને વધુ ચર્ચામાં છે. ’કવાલા’ અને ’આજ કી રાત’ જેવા ગીતોએ તેને ’આઇટમ સોંગ ક્વીન’ બનાવી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *