અમદાવાદમાં પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયો, દિવાળીના બોનસની પણ કરી હતી ઉઘરાણી

દિવાળીને આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યાં પોલીસકર્મીઓ દ્વારા લાંચ અને બોનસની ઉઘરાણી કરવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ વચ્ચે હવે અમદાવાદમાં ફણ આવી જ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. અમદાવાદમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદ કે ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસકર્મીને ACBએ લાંચ લેતા ઝડપી પાડ્યો છે. ACBએ પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઇ કાન્તીભાઇ મકવાણાને 1 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. નોંધનીય છે કે, અસલાલીથી કમોડ જવાના રોડ પર એસીબીએ ઓપરેશન પાર પાડયું હોવાની વાત સામે આવી છે. પોલીસ કોન્સ્ટેબલે ટ્રાન્સપોર્ટ વેપાર સાથે સંકળાયેલ ફરિયાદી પાસે લાંચ સહિત દિવાળી બોનસની પણ ઉઘરાણી કરી હતી.

  • Related Posts

    ગુજરાતમાં સફેદ દૂધનો કાળો કારોબાર, યુરિયા અને ડિટર્જન્ટનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

    સાબરકાંઠા જિલ્લામાં દૂધમાં ભેળસેળનું એક મોટું રેકેટ ઝડપાયું છે. છેલ્લા પાંચ વર્ષથી સેંકડો ગામડાઓમાં લોકોને ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય ખતરનાક રસાયણોનો ઉપયોગ કરીને બનાવટી દૂધ અને છાશ પીરસવામાં આવી રહી…

    સાણંદમાં વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારુ હુક્કા પાર્ટી પર પોલીસ ત્રાટકી, 81 યુવક-યુવતીઓ ઝડપાયા

    રાજ્યમાં પ્રાઈવેટ પાર્ટીમાં દારુની રેલમછેલ થવાનું સામાન્ય બની ગયું છે. એક પછી એક આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ નજીક સાણંદમાં નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ્સમાં ચાલતી હાઈ પ્રોફાઈલ પાર્ટી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *