અજિત પવાર પ્લેન ક્રેશ, લેન્ડિંગ બાદ વિમાનમાં આગ લાગી

બારામતી એરપોર્ટ પર NCP વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર નું વિમાન ક્રેશ થયા બાદ રનવે પાસે આગની લપેટમાં આવ્યું હતું. આ વિમાન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ છ લોકોના મોત થયા છે. આ ઘટના નજરે જોનારા લોકોનું કહેવું છે કે, બારામતી એરપોર્ટ પર ઉતરાણ પહેલા વિમાને ઘણો અવાજ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ઘટનાસ્થળના વીડિયોમાં ચાર્ટર્ડ ફ્લાઇટના અવશેષોમાંથી આગની જ્વાળાઓ અને ભારે ધુમાડો નીકળતો જોવા મળે છે. અન્ય એક વીડિયોમાં બચાવ અને પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે રાહત બચાવ કામગીરી કરતા દેખાય છે. DGCA એ પાછળથી કહ્યું કે ક્રેશમાં કોઈ પણ વ્યક્તિ બચી શક્યો નથી.અહેવાલો અનુસાર, પવારે જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરવા માટે પુણે પહોંચવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા. અજિત પવાર પુણેમાં ચાર પ્રચાર રેલીઓમાં હાજરી આપવાના હતા.

એરપોર્ટની બાજુમાં દુકાન ધરાવતા એક દર્શકે જણાવ્યું કે, બારામતી એરપોર્ટ પર ઉતરાણ કરતા પહેલા વિમાને ઘણો અવાજ કર્યો હતો. લેન્ડિંગ કરતી વખતે વિમાન ખૂબ અવાજ કરી રહ્યું હતું તેથી મારું ધ્યાન તેના પર ગયું. તે ઉતરાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ રનવે પરથી ઉતરી ગયું અને ફિલ્મોમાં બતાવે છે તેવો મોટો વિસ્ફોટ થયો.

  • Related Posts

    ગુજરાતમાં સફેદ દૂધનો કાળો કારોબાર, યુરિયા અને ડિટર્જન્ટનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

    સાબરકાંઠા જિલ્લામાં દૂધમાં ભેળસેળનું એક મોટું રેકેટ ઝડપાયું છે. છેલ્લા પાંચ વર્ષથી સેંકડો ગામડાઓમાં લોકોને ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય ખતરનાક રસાયણોનો ઉપયોગ કરીને બનાવટી દૂધ અને છાશ પીરસવામાં આવી રહી…

    સાણંદમાં વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારુ હુક્કા પાર્ટી પર પોલીસ ત્રાટકી, 81 યુવક-યુવતીઓ ઝડપાયા

    રાજ્યમાં પ્રાઈવેટ પાર્ટીમાં દારુની રેલમછેલ થવાનું સામાન્ય બની ગયું છે. એક પછી એક આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ નજીક સાણંદમાં નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ્સમાં ચાલતી હાઈ પ્રોફાઈલ પાર્ટી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *