
શિયાળો શરૂ થઇ ગયો છે અને કડકડતી ઠંડી પડે છે. આ સાથે આપણે ઋતુ પ્રમાણે આપણી ખાવાની આદતો બદલવી છીએ. આપણે ડાયટમાં એવા પોષક તત્વોનો સમાવેશ કરવો જોઈએ જે હવામાનના ફેરફારોને સહન કરવાની શરીરની ક્ષમતાને વધારી શકે. તેનો અર્થ એ કે શિયાળામાં એવો ખોરાક લેવો જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકીએ છીએ.
શિયાળામાં આપણે રસોઈ બનાવામાં તેલને બદલે ઘીનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તેનાથી આપણા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો થાય છે, જેના વિશે અહીં જાણો.
શિયાળામાં ઘીમાં રસોઈ બનવાના ફાયદા
પાચન સુધારે : ઘી તમારી પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. ઘી ખાવાથી પેટને આરામ મળે છે અને શરીરમાં પાચન ઉત્સેચકો ઉત્પન્ન થાય છે, જેના કારણે ગેસ એસિડિટીની સમસ્યા થતી નથી.
શરીરને ગરમ રાખે : ઘીમાં હેલ્ધી ફેટ્સનું પ્રમાણ વધુ હોય છે, જે શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. તે જ સમયે શિયાળાની ઋતુમાં શરીરને વધુ એનર્જીની જરૂર પડે છે. આવી સ્થિતિમાં આ ડેરી પ્રોડક્ટ શરીરમાંથી શરદી ઘટાડે છે, જેના કારણે આપણું શરીર ગરમ રહે છે.
સ્કિન પર ગ્લો લાગે : ઘી તમારી સ્કિન માટે પણ સારું છે. તે તમારી સ્કિનને અંદરથી મોઇશ્ચરાઇઝ રાખે છે જેથી ઠંડા હવામાનમાં ડ્રાય સ્કિનની સમસ્યા ન થાય. આ ઉપરાંત તે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારું છે. કારણ કે ઘીમાં ઓમેગા-3 ફેટી એસિડ અને CLA (કંજુગેટેડ લિનોલીક એસિડ) હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે : ઘી તમારી રોગપ્રતિકારક શક્તિને પણ સ્વસ્થ રાખે છે. આ સિવાય તે વિટામિન ડીની ઉણપને પણ પૂરી કરે છે. કારણ કે તેમાં વિટામિન ડી સારી માત્રામાં જોવા મળે છે. આવી સ્થિતિમાં તે હાડકાંને મજબૂત બનાવવામાં અને સાંધાના દુખાવામાં રાહત આપવામાં મદદરૂપ છે.
મગજની કામગીરીમાં સુધારો : મગજની કામગીરીમાં પણ ઘી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે તણાવ ઘટાડવા, મગજનો વિકાસ અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.