
મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ધમકીભર્યો ફોન આવ્યો હતો, ત્યારબાદ પોલીસે આ નંબર ટ્રેસ કર્યો હતો અને તે રાયપુરનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની એક ટીમ તરત જ રાયપુર જવા રવાના થઈ હતી.
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિની પોલીસે રાયપુરથી ધરપકડ કરી છે. મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ધમકીભર્યો ફોન આવ્યો હતો, ત્યારબાદ પોલીસે આ નંબર ટ્રેસ કર્યો હતો અને તે રાયપુરનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની એક ટીમ તરત જ રાયપુર જવા રવાના થઈ હતી. ધમકી આપનાર વ્યક્તિનું નામ મોહમ્મદ ફૈઝાન જણાવવામાં આવી રહ્યું છે. તે વ્યવસાયે વકીલ છે. આરોપી ફૈઝાનનું કહેવું છે કે 2 નવેમ્બરે તેનો ફોન ચોરી થયો હતો, તેણે પોતે ફોન કર્યો નથી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
શાહરૂખ ખાને 2 નવેમ્બરે પોતાનો 59મો જન્મદિવસ ઉજવ્યો હતો. સુરક્ષાના કારણોસર આ વખતે પોલીસે મન્નતના માત્ર 1 કિલોમીટર પહેલા જ ચાહકોને રોકી દીધા હતા. એટલા માટે આ વખતે શાહરૂખ ખાનના બંગલા મન્નતની બહાર કોઈ ભીડ નહોતી. જોકે, બાદમાં કિંગ ખાન તેના ચાહકોને મળ્યો હતો.