ભવનાથ મેળામાં મૃંગીકુંડ સ્નાન દરમિયાન પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર કિર્તી પટેલ સામે ગુનો દાખલ

જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસની રાત્રીના પવિત્ર મૃંગી કુંડમાં સાધુઓ સાથે કિર્તી પટેલે સાધ્વીના ભગવા કપડા પહેરી મૃગીકુંડમાં સાધુઓ સાથે સ્નાન કરવાના મામલે વિવાદ સર્જાયો હતો. પોલીસ સાથે બોલાચાલી કરી મહિલા પીઆઇની ફરજમાં રૂકાવટનો ગુનો અંતે દાખલ કરાયો છે.

જૂનાગઢ રેન્જ કચેરીના મહિલા પીઆઇ કે.જે. મોડે ગત મંગળવારના ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર 15 ફેબ્રુઆરીના મુખ્યમંત્રીના બંદોબસ્તની ફરજ પૂર્ણ કર્યા બાદ શિવરાત્રિના મેળામાં રિઝર્વ હોય રવેડી પૂર્ણ થતાં મૃગી કુંડમાં સ્નાન પહેલા મહાઆરતી ભવનાથદાદાની પૂર્ણ કરી મૃગીકુંડમાં નાગા સાધુઓ-મંડલેશ્વરો પરના અન્ય અખાડાના સાધુઓ સનાતન હિન્દુ ધર્મની રીતે પૂજન કરી મૃગી કુંડમાં શાહી સ્નાન કરતા હતા.

ત્યારે રાત્રીના બારેક વાગ્યાના સુમારે યુ-ટ્યુબર કિર્તી પટેલને ભગવા વસ્ત્રોમાં મૃગીકુંડમાં સ્નાન કરતા જોવા મળેલ તેને સ્નાન કરતા અન્ય સાધુઓએ આપત્તિ દર્શાવતા અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને નાગાસાધુઓ-સંતો ભક્તજનો તેમજ કિર્તી પટેલ સાથે સંઘર્ષ ન થાય તે માટે કિર્તી પટેલને બહાર નીકળી જવા શક્તિપૂર્વ સમજાવટ કરી.

ત્યારે કિર્તી પટેલ ઉશ્કેરાઇ જઇને કહેલ કે હું કોઇ આરોપી નથી તો હું જતી રહીશ મારી પાછળ પાછળ નહીં આવવાનું હું કોઇ આરોપી નથી હો હાલે ચાલો તેમ કહી પોલીસ સામે રોફ જમાવવાની કોશિષ કરેલ મારી બેટીયુ પણ આ તેના બાપનો કુંડ હોય તેમ જણાવેલ.

વાહે વાહે કેમ ફરો છો… આવાને તો હું મારી નાખું તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને ઉદ્ધતાય ભર્યું વર્તન કર્યું હતું તથા ફરજમાં રૂકાવટ કર્યાની મહિલા પીઆઇ કે.જે. મોડેએ ભવનાથ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ભવનાથ પોલીસે તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    ખેડા જિલ્લામાં સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, કલેક્ટરની કડક સૂચના

    નડિયાદ:ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિ (DRSC)ની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં ઓગસ્ટ-2026 દરમિયાન માર્ગ સલામતી સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી અકસ્માતો અટકાવવા…

    પેટલાદમાં વરસાદી હોનારતના અસરગ્રસ્તોને રૂ. 3.10 લાખની મકાન સહાયના ચેક અર્પણ

    પેટલાદ : પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે અનેક પરિવારોના મકાનોને નુકસાન પહોંચ્યું હતું. વરસાદી હોનારતથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળી રહે તે હેતુથી નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *