અમદાવાદ શહેર ક્રાઈમ કેપિટલ બનતુ હોય તેવુ સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. દિવાળી પછીનાં છેલ્લા 18 દિવસમાં હત્યાનાં 6 જેટલા બનાવો બની ચુક્યા છે. એટલે કે દર ત્રીજા દિવસે એક શહેરીજનની ગુનેગારી હત્યા કરી રહ્યા છે. તેવામાં અમદાવાદ શહેર પોલીસની ઢીલી નીતી પણ આની પાછળ જવાબદાર હોય તેવુ લાગી રહ્યું છે.હાલમાં જ અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન હદમાં આવતા નહેરૂનગરમાં વેજિટેબલની દુકાન ધરાવી વેપાર કરતા 65 વર્ષીય બદાજી મોદીની ગોળી મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.જેમાં તેઓના જ ભત્રિજા અશોકે 25 લાખમાં સોપારી આપી હત્યા કરાવી હોવાનું તપાસમાં ખુલ્યું.પરંતુ આ ઘટના બની તેના એક મહિના પહેલા પણ બદાજી મોઠી પણ તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો હતો, જે મામલે ફરિયાદ નોંધાયાનાં એક મહિના સુધી પોલીસે આરોપીને ન પકડ્યા અને તે જ આરોપીઓએ અંતે ગોળી મારીને બદાજી મોદીને મોતને ઘાટ ઉતારી નાખ્યા.
બીજી ઘટનાની વાત કરીવે તો કાગડાપીઠ વિસ્તારમાં અલ્પેશ ઠાકોર નામના 32 વર્ષીય યુવકની જાહેર રોડ પર હત્યા કરવામાં આવી, જેમાં પણ પોલીસની નિષ્કાળજી હોય તેવું સામે આવ્યું. બે દિવસ પહેલા અલ્પેશ ઠાકોર પર જીગ્નેશશમાં સહિતનાં આરોપીઓએ સામાન્ય બાબતમાં મારા મારી કરી હતી. જેની પોલીસે ફરિયાદ પણ દાખલ કરી હતી. પરંતુ આરોપી બુટલેગર હોય અને પોલીસની બુટલેગર પર રહેમનગર હોવાથી તે વિસ્તારમાં હોવા છતાં પરપકડ ન કરાઈ અને તેણે અન્ય સાગરીતો સાથે મળીને અલ્પેશ ઠાકોરની હત્યા કરી નાખી. આ બન્ને ઘટનાઓમાં બેદરકારી દાખવા બદલ પીઆઈને પોલીસ કમિશનરજી.એસ મલિકે સસ્પેન્ડ કર્યા છે.જેમાં એલિસબ્રિજની ઘટનામાંએલિસબ્રિજ પીઆઈ બી.ડી.ઝીલરીયાને સોમવારે સાંજે સસ્પેન્ડ કરવામાં આવ્યા, અને કાગડાપીઠ પીઆઈ એસ.એ.પટેલને સોમવારે બપોરનાં સમયે જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.જોકે સસ્પેન્ડ થાય એ પહેલા કાગડાપીઠ પીઆઈએ મૃતકનાં પરિજનોને લેખીતમાં દારૂબંધી કરવાની બાંહેધરી પણ આપી હતી.
શા માટે ગુનેગારો બેફામ બની રહ્યા છે…
અમદાવાદ શહેરમાં રોજબરોજ જાહેરમાં મારા મારી, ખૂનની કોશીષ, દુષ્કર્મ, છેડતી, રાયોટીંગ જેવા બનાવો બની રહ્યા છે. જોકે હવે અનેક જગ્યાઓ પર સીસીટીવી અને જાગૃત નાગરિકો દ્વારા મોબાઈલમાં વિડીયો બનાવી વાયરલ કરાવા ના ઈચ્છતા હોવા છતાં પણ ગુનો દાખલ કરવો પડે છે. પરંતુ અનેક કિસ્સામાં ગુનેગારોને પોલીસ છાવરતી હોય તેવુ પણ જોવા મળ્યું છે .
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક અવારનવાર શહેરમાં બની ઘટનાઓ અંગે ગત વર્ષની સરખામણીનાં આંકડા બતાવી ક્રાઈમ કાબુમાં હોવાનો દાવો કરે છે પરંતુ તેઓ એ વાતથીઅજાણ છે કે શહેરના પોલીસ અધિકારીઓ પોતાના વિસ્તારમાં ક્રાઈમ રેટ ઓછો બતાવવા માટે અનેક મોટી ઘટનાઓમાં પણ માત્ર અરજી કે જાણવાજોગ નોંધી આંકડા છુપાવવાનો પ્રયાસ કરે છે.
અમદાવાદ શહેરમાં આવેલા તમામ પોલીસ સ્ટેશનમાં દરરોજ કાર્યવાહીની પણ જરૂર છે.અનેક ચોરી, લૂંટ, સ્નેચિંગ, મારામારી જેવી રજૂઆતો આવે છે, પરંતુ ચાલાક પોલીસકર્મીઓ અરજદારનો વાતોમાં ફસાવી ફરિયાદ કરવાના બદલે માત્ર જાણવાજોગ અરજીઓ લઈને સંતોષ માને છે. અરજી ઓનાશહેર પોલીસ દ્વારા આપવામાં નિકાલ માટે 90 દિવસનો અનુસાર સમયે નક્કી કરાયો છે તેવામાં વર્ષની અરજી આવ્યાનાં 60 થી 70 દિવસ સુધી અરજદારોને વર્ષે ફોન કરી અરજીનો જવાબ લખાવવા પણ બોલાવવામાં આવતા નથી. જેનાં કારણે શહેર પોલીસનાં અધિકારીઓ પોલીસ કમિશનરને ક્રાઈમના આકડા બાબતે અંધારામાં રાખી રહ્યા છે.
માત્ર સસ્પેન્ડ કરવાથી ફેર પડશે?
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકે એક્શન મોડમાં આવીને ફરજમાં બેદરકારી દાખવનાર બન્ને પીઆઈને સસ્પેન્ડ કરી નાખ્યા પરંતુ સવાલ એ છે કે આવું કરવાથી શું તે પોલીસ અધિકારીઓ ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે. કારણ કે થોડા મહિનાઓમાં તેઓને ફરી વાર અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવશે. ત્યારે આવી ભૂલ નહીં થાય તેની શું ખાતરી. જેથી આ પ્રકારના કિસ્સામાં વિભાગીય તપાસની સાથે નક્કર કાર્યવાહીની પણ જરૂર છે.






