ગુજરાતના દરિયામાં બનશે દેશનો સૌથી લાંબો બ્રિજ, સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત કે મુંબઈ જવા માંગતા લોકોને પડી જશે જલ્સો

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે રોડ કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂકી રહી છે. રાજ્ય સરકાર રાજ્યમાં રોડ કનેક્ટિવિટી વધારીને સમય અને ઈંધણ બચાવવા માંગે છે. હવે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત કે મુંબઈ જવા માંગતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં ગુજરાતને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય તરફથી બે મોટા પ્રોજેક્ટ્સ અને ભારતમાલા પ્રોજેક્ટ્સ મળ્યા છે.

ગુજરાતના 2 મોટા પ્રોજેક્ટ

પ્રથમ પ્રોજેક્ટ જામનગરથી ભાવનગર વાયા રાજકોટ સુધીનો 248 કિલોમીટર લાંબો 4-6 લેન હાઈવે બનાવવાનો છે. બીજો પ્રોજેક્ટ ભાવનગરથી ભરૂચ સુધી 68 કિલોમીટર લાંબો 4-6 લેનનો પુલ બાંધવાનો છે. જામનગરથી ભરૂચ વાયા ભાવનગરને જોડતો 316 કિલોમીટર લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવામાં આવનાર છે. આ હાઇવે બન્યા બાદ જામનગરથી માત્ર 4 કલાકમાં અને સુરતથી માત્ર 5 કલાકમાં ભરૂચ પહોંચી શકાશે. આ સાથે હવે સૌરાષ્ટ્રમાંથી સુરત જવા માંગતા લોકોએ બગોદરા કે વડોદરા જવાની જરૂર નહીં પડે.

જામનગર-ભરૂચ એક્સપ્રેસ વે

જામનગરથી ભરૂચને જોડતો એક્સપ્રેસ વે સૌરાષ્ટ્રથી સુરતનું અંતર 527 કિલોમીટરથી ઘટાડીને 135 કિલોમીટર કરશે. આ એક્સપ્રેસ વે જામનગરથી શરૂ થઈને રાજકોટ, ભાવનગર થઈને ભરૂચ પહોંચશે. તેથી વડોદરા કે બગોદરા વચ્ચે આવશે નહીં. જો આ નવા એક્સપ્રેસ વે હેઠળ દરિયામાં 30 કિલોમીટર લાંબો પુલ બનાવવામાં આવે તો ભાવનગરથી એક કલાકમાં ભરૂચ પહોંચી શકાશે. ભાવનગરથી સુરતનું અંતર પણ ઘટીને 243 થઈ જશે જે હાલમાં 357 છે. તેથી ભાવનગરથી સુરત પહોંચવામાં 2 કલાકથી ઓછો સમય લાગશે.

  • Related Posts

    એમ્બ્યુલન્સમાં દારુની હેરાફેરીનો ફર્દાફાશ, દર્દીની સીટ નીચે ચોરખાનામાં 928 બોટલો મળી

    શુક્રવારે છોટા ઉદેપુર જિલ્લા પોલીસે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો નવો કિમીયો નિષ્ફળ બનાવ્યો છે. છોટા ઉદેપુર પોલીસે એમ્બ્યુલન્સ જેવી બનાવેલી મારુતિ વાનને અટકાવી અને સ્ટ્રેચર નીચે છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી…

    ઓરીની 253 કરોડ રૂપિયાના ડ્રગ કેસમાં પૂછપરછ

    ઇન્ફ્લ્યુએન્સર ઓરી (Orry) હાલમાં ડ્રગ કેસ (drug case) માં પૂછપરછ માટે સમાચારમાં છે. બુધવારે મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલે ₹252 કરોડના ડ્રગ કેસના સંદર્ભમાં તેમની પૂછપરછ કરી. ઓરીની ડ્રગ કેસમાં પુછપરછ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *