કેનેડામાં લેન્ડ થતા જ પ્લેન પલટી ખાઈ ક્રેશ થયું; રન-વે પર આળોટતું હોય એમ ઢસડાતા આગ લાગી

કેનેડામાં ડેલ્ટા એરલાઈનનું પ્લેન ક્રેશ થઈ એરપોર્ટ પર જ પલટી ખાઈ ગયું હતું. જેના કારણે તે લેન્ડ થતા જ રન-વે પર આળોટતું હોય એમ ઢસડાયું હતું. બાદમાં આ પ્લેનમાં આગ ફાટી નીકળી હતી, જેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે રનવેની સરફેસ ઘણી સ્લિપરી હતી જેથી કરીને પ્લેન લેન્ડ થતા જ પલટી મારી ગયું અને પછી આ દુર્ઘટના ઘટી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આમાં કૂલ 18 લોકો ઘાયલ થયા છે.

કેનેડાના ટોરંટો એરપોર્ટ પર ભયાનક રીતે પ્લેન ક્રેશ થઈ ગયું હતું. લેન્ડિંગ કરતા સમયે ડેલ્ટા એરલાઈનનું પ્લેન ઊંધુ થઈ ગયુ અને પલટી ખાઈ જતા અંદર બેઠેલા પેસેન્જર્સ બુમાબુમ કરવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે ટોરંટો એરપોર્ટની સરફેસ સ્લિપરી હતી અને બરફથી થીજેલી હતી. તેવામાં લેન્ડિંગ કરતા સમયે પ્લેન આખુ ઊંધુ પલટી ખાઈ ગયું અને પછી દૂર સુધી ઢસડાયું હતું. આ સમયે પ્લેનમાં કૂલ 80 લોકો સવાર હતા, જેમાંથી 76 પેસેન્જર્સ અને 4 ક્રૂ મેમ્બર્સ હાજર હતા. ડેલ્ટા એરલાઈન્સની આ ફ્લાઈટ મિનિયાપોલિસથી ટોરંટો આવી રહી હતી. તેવામાં લેન્ડિંગ દરમિયાન પ્લેનનો કંટ્રોલ પાયલટે ગુમાવી દીધો હતો અને તે પલટી મારી ગયું હતું. આ દુર્ઘટનાથી એરપોર્ટ પર પણ અફરા તફરી મચી ગઈ હતી. ઈમરજન્સી ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ પેસેન્જર્સને તરત બહાર કાઢી દીધા હતા. આ દુર્ઘટનામાં 18 લોકો ઘાયલ થયા છે એવી માહિતી સામે આવી રહી છે.

કેનેડામાં થયેલા ભયાનક પ્લેન ક્રેશના વીડિયોઝ પણ અત્યારે સામે આવ્યા છે. જેમાં બરફથી થીજેલા રન-વે પર ડેલ્ટા એરલાઈનનું પ્લેન જેવું લેન્ડ થયું કે તરત જ તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને અચાનક આગ લાગી ગઈ હતી. બાદમાં કાળા ધુમાડાનો વાદળ જોવા મળ્યો અને તે પલટી પણ ખાઈ ગયું હતું. ચારેય તરફ ધુમાડો ફેલાઈ ગયો હતો. આ આગને ઓલવવા માટે ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ફ્લાઈટ પર પાણી છાંટવા લાગી હતી.

ફ્લાઈટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો

જેટલાઈનરથી ધુમાડો નીકળવા લાગ્યો અને તે ક્રેશ થયું પછી રન-વે પર આળોટતું હોય એમ ઢસડાયું હતું. આ દરમિયાન સરફેસ પર તે પલટાઈ જતા આગ પણ લાગી ગઈ હતી અને કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો. બાદમાં એરપોર્ટ પર પણ અફરા તફરી મચી ગઈ અને આ ઘટના પછી ઓથોરિટીએ તમામ ફ્લાઈટ્સને સસ્પેન્ડ કરી દીધી હતી. જેથી કરીને બીજી કોઈ ફ્લાઈટ સાથે આવી ઘટના ન બને અને સરફેસ પર લપસી ન જાય.

  • Related Posts

    એમ્બ્યુલન્સમાં દારુની હેરાફેરીનો ફર્દાફાશ, દર્દીની સીટ નીચે ચોરખાનામાં 928 બોટલો મળી

    શુક્રવારે છોટા ઉદેપુર જિલ્લા પોલીસે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો નવો કિમીયો નિષ્ફળ બનાવ્યો છે. છોટા ઉદેપુર પોલીસે એમ્બ્યુલન્સ જેવી બનાવેલી મારુતિ વાનને અટકાવી અને સ્ટ્રેચર નીચે છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી…

    ઓરીની 253 કરોડ રૂપિયાના ડ્રગ કેસમાં પૂછપરછ

    ઇન્ફ્લ્યુએન્સર ઓરી (Orry) હાલમાં ડ્રગ કેસ (drug case) માં પૂછપરછ માટે સમાચારમાં છે. બુધવારે મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલે ₹252 કરોડના ડ્રગ કેસના સંદર્ભમાં તેમની પૂછપરછ કરી. ઓરીની ડ્રગ કેસમાં પુછપરછ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *