
ગુજરાતમાંથી અવારનવાર લાંચિયા અધિકારીઓ ઝડપાતા હોય છે. આવી જ ઘટના ફરી એક વાર અમદાવાદમાં બની છે. અમદાવાદમાં સરકારી વકીલ લાંચ લેતા ઝડપાયો છે. સરકારી વકીલ 20 લાખની લાંચ લેતા ઝડપાયો છે. જેમાં ACBએ 3 આરોપી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.
કઠલાલ સિવિલ કોર્ટના વકીલ રાજેન્દ્ર ગઢવીએ લાંચ માગી હોવાનું સામે આવ્યુ હતુ. ફરીયાદી પાસે 50 લાખ લાંચની માગણી કરી હોવાનું સામે આવ્યુ છે. 20 લાખ એડવાન્સ પેટે આપવાનું નક્કી થયુ હતુ. લાંચ લેનાર 2 વચેટીયાને ACBએ ઝડપી પાડ્યા હતા. મેટ્રો કોર્ટના વકીલ સુરેશ પટેલ અને વિશાલ પટેલ પણ ઝડપાયા છે.