
નાના પાટેકર અને ઉત્કર્ષ શર્મા સ્ટારર ફિલ્મ વનવાસ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચુકી છે. જો કે આ ફિલ્મની શરૂઆત ખુબ જ ઠંડી રહી છે. પ્રથમ દિવસનું કલેક્શન લાખોમાં જ થઇ શક્યું હતું.
અનિલ શર્મા દ્વારા નિર્દેશિત અને નાના પાટેકર અને ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર સ્ટારર વનવાસને રિલીઝના પ્રથમ દિવસે જ ખુબ જ ઠંડો રિસપોન્સ મળ્યો હતો. આ ફિલ્મો પહેલા ઘણો બઝ હતો પરંતુ 20 ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થયા બાદ ખુબ જ ઠંડો રિસપોન્સ મળ્યો. ફિલ્મ ક્રિટિક્સ આ ફિલ્મના ખુબ જ વખાણ કરી રહ્યા છે. જો કે આ મુવી દર્શકોને ઇમ્પ્રેસ કરવામાં નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. તેનું ઓપનિંગ જ ખુબ ઠંડુ રહ્યું હતું. વનવાસના રિલીઝના પહેલા દિવસનું કલેક્શન શું રહ્યું.સૈકનિલ્કની અર્લી ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર વનવાસના રિલીઝના પહેલા દિવસો 0.60 લાખની કમાણી કરી છે.જો કે શરૂઆતી આંકડા છે ઓફિશિયલ નંબર આવ્યા બાદ તેને થોડો લાભ થઇ શકે છે.
રિલીઝ થઇને પહેલા દિવસે જ એક કરોડની પણ કમાણી ન કરી શકી. ફિલ્મે મુશ્કેલીથી લાખો રૂપિયાનું કલેક્શન કર્યું. ફિલ્મને પહેલા જ દિવસે આ સ્થિતિ છે તો તેનું આગળનું ભવિષ્ય પણ અધરમાં જોવા મળી રહ્યું છે. આમ તો પુષ્પા 2 ની આગળ વનવાસને ટકવું મુશ્કેલ છે. જો કે તે જોવું ખુબ જ રસપ્રદ થશે કે આગામી દિવસોમાં ફેમીલી ડ્રામાને દર્શકો મળે છે કે નહીં આમ તો ખુબ જ મુશ્કેલ લાગી રહ્યું છે કારણ કે ક્રિસમસના દિવસે વરૂણ ધવનની બેબી જોન આવતા પોમ્પિટિશન વધી જશે.
વનવાસ સ્ટારકાસ્ટ
વનવાસ નાના પાટેકર, ઉત્કર્ષ શર્મા, સિમરન કૌરે લીડ રોલ પ્લે કર્યો છે. બીજી તરફ સપોર્ટિંગ કલાકારોમાં ખુશબુ સુંદર, સિમરત કૌર, રાજ્યપાલ યાદવ અશ્વિની કલસેકર, પરિતોષ ત્રિપાઠી, મનીષ વાધવા અને રાજેશ શર્માનો સમાવેશ થાય છે. આ ફિલ્મને અનિલ શર્માએ ડાયરેક્ટ કર્યું છે. સુમન શર્માએ પ્રોડ્યુસ કર્યું છે.