ગ્લેમરસ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થઈ ગયું છે. થોડા સમય પહેલા સિંઘમ અગેઈનના પ્રમોશન દરમિયાન અર્જુન કપૂરે સ્પષ્ટ કર્યું હતું કે તે સિંગલ છે. પરંતુ દરેક વ્યક્તિ મલાઈકા અરોરાની રિલેશનશિપ સ્ટેટસ વિશે પણ જાણવા માંગે છે. હવે બ્રેકઅપ બાદ પહેલીવાર રિલેશનશિપ વિશે મલાઈકા એરોરાએ એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હવે તેની રિલેશનશિપની સ્થિતિ કેવી છે.
મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામના સ્ટોરી સેક્શન પર એક ફની પોસ્ટ શેર કરી છે, જેના પર લખ્યું છે, “અત્યારે મારું રિલેશનશિપ સ્ટેટસ, આ લાઈનની નીચે ત્રણ વિકલ્પ પણ છે, જેમાંથી પહેલો છે ‘ઈન રિલેશનશિપ’, બીજું ‘સિંગલ’ અને ત્રીજું પણ ‘હેહેહે’ લખેલું છે.
અર્જુન કપૂર અને મલાઈકાનું બ્રેકઅપ
અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ વર્ષ 2018માં ડેટિંગ શરૂ કરી હતી. જો કે, તેમણે ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી. આ કપલ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમની સુંદર પળોની તસવીરો અને પોસ્ટ શેર કરતા જોવા મળતા હતા. રોમેન્ટિક હોય કે ફની બન્નેની એકબીજા સાથે ઘણી તસવીરો છે.
પિતા માટે કંઈક ખાસ કરવા જઈ રહ્યી છે.
નોંધનીય છે કે, તાજેતરમાં જ મલાઈકા અરોરાએ ખુલાસો કર્યો હતો કે તે કોઈ ખાસ કામ કરવા જઈ રહી છે, જે તેના સ્વર્ગસ્થ પિતા અનિલ કુલદીપ મહેતાને સમર્પિત કરવામાં આવશે. આ વર્ષે સપ્ટેમ્બરમાં મલાઈકાના પિતાનું અવસાન થયું હતું.








