ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ ટેકસ ફ્રી, ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કરી જાહેરાત

ગુજરાતમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. ફિલ્મ નિહાળ્યા બાદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ફિલ્મને ટેક્સ ફ્રિ કરવાનું એલાન કર્યું હતુ. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી હતી.

ગુજરાતમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. ફિલ્મ નિહાળ્યા બાદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ફિલ્મને ટેક્સ ફ્રિ કરવાનું એલાન કર્યું હતુ. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી હતી. CM ભૂપેન્દ્ર પટેલ સાથે જિતેન્દ્ર અને એકતા કપૂર પણ સિટીગોલ્ડ ખાતે હાજર રહ્યાં હતા. તેમજ હર્ષ સંઘવી અને અન્ય નેતાઓએ પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી હતી. જો કે સોશિયલ મીડિયા પર મોદી- શાહ પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે. ગોધરાકાંડ પર ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ આધારિત છે.

હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત

‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ જોયા બાદ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યુ છે. ગોધરાકાંડના સત્યને દરેક લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે તેવુ જણાવ્યુ છે. દેશના પ્રત્યેક નાગરિકો સમક્ષ સત્ય રજૂ કરતી ફિલ્મ હોવાનું જણાવ્યુ છે. દુનિયાના ખૂણે ખૂણે સાચી માહિતી અને ઘટના પહોંચશે. CM સાથે રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સૌ એક સાથે ફિલ્મ નિહાળી હતી. ધ સાબરમતી રિપોર્ટના નિર્માતાનો આભાર માનું છું.

  • News Reporter

    Related Posts

    આયુષ્માન ખુરાનાની પત્નીને ફરીથી સ્તન કેન્સર, તાહિરા કશ્યપે પોસ્ટ શેર કરી આપી અપડેટ

    અભિનેતા આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) ની વાઈફ અને લેખિકા તાહિરા કશ્યપ (Tahira Kashyap) ને ફરીથી સ્તન કેન્સર હોવાનું નિદાન થયું છે. આ મુશ્કેલ સમયમાં તાહિરાને તેના પતિ અને પ્રિયજનોનો સાથ…

    અલ્લુ અર્જુન બર્થ ડે સ્પેશિયલ, ઘણી ઓછી ફિલ્મો છતાં સફળતાના શિખરે !

    અલ્લુ અર્જુન અત્યાર સુધીના સૌથી મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી રહ્યો છે. તેને સન પિક્ચર્સ દ્વારા સમર્થન આપવામાં આવશે, જેમણે જેલર જેવી ફિલ્મો બનાવી છે. સાઉથ સિનેમા એક્ટર અલ્લુ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *