ગુજરાત સરકારનું ‘ઓપરેશન ગંગાજળ’, ભ્રષ્ટ અને ગેરરીતિ આચરતા અધિકારીઓને કરી દીધા ઘરભેગા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં એક ખાસ મિશન હેઠળ ભ્રષ્ટ અધિકારીઓ પર એક્શન લઈ અધિકારીઓને પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરી રહ્યાં છે.આ મિશનનું નામ ઓપરેશન ગંગાજળ આપવામાં આવ્યું છે.રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર આ દિવસોમાં ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂકને લઈને સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે.હકીકતમાં રાજ્ય સરકારે પ્રોબેશન સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરનારા અધિકારીઓ અને કર્મચારીઓને અજમાયશ ધોરણે બરતરફ કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્ય સરકારે આવા 25 જેટલા અધિકારીઓને ઘરભેગા પણ કરી દીધા છે.

એક બાદ એક ઓપરેશન ગંગાજળ હેઠળ ભ્રષ્ટ અધિકારીઓને ગુજરાત સરકાર દ્વારા પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપીને ઘરે બેસાડવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી 25 જેટલા અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા ઘરભેગા કરવામાં આવ્યા છે. એક માહિતી અનુસાર, રાજ્ય સરકારે 100 જેટલા ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે. યાદીની સમીક્ષા કરી તેમને ફરજિયાત ઘરે બેસાડી દેવા માટે રાજ્ય સરકારે તૈયારી શરૂ કરી છે.

દિવાળી પહેલા અને દિવાળી બાદ સરદાર સરોવર નર્મદા નિગમ- SSNLમાં ડેપ્યુટેશન પર રહેલા વર્ગ-1 કાર્યપાલક ઇજનેર, મહેસૂલ વિભાગના સુપ્રિટેડન્ટ લેન્ડ રેકર્ડ-SLR, સુરત I.T.Iના ક્લાસ-1 અધિકારી પ્રિન્સિપાલ, ભિલોડા I.T.Iમાં ક્લાસ-1 અધિકારી જેના ભ્રષ્ટ અધિકારીઓને રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ઘરભેગા કરી દીધા છે. પરંતુ શું તમે જાણો છો કે ગુજરાત સરકાર ‘ઓપરેશન ગંગાજળ’ ચલાવી રહી છે તે છે શું?

ગુજરાત સરકારનું ‘ઓપરેશન ગંગાજળ’

ખરેખરમાં ગુજરાત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ એવા અધિકારીઓને ઘરભેગા કરી રહી છે જેઓ પોતાના પાવરનો ગેરલાભ ઉઠાવીને ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે. આ અંતર્ગત રાજ્ય સરકાર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં પ્રામાણિકતા, નિર્ણાયકતા, નિષ્ઠા અને આજ્ઞાપાલન જેવા ગુણોનું અવલોકન પણ કરી રહી છે.

પ્રામાણિકતા અને નિષ્ઠા પર ભાર

તાલીમ સેવા સંતોષકારક ગણાય તે માટે અધિકારી અથવા કર્મચારી પાસે સંખ્યાબંધ ગુણોની અપેક્ષા રાખવામાં આવે છે. આમાં ઈમાનદારી અને વફાદારી પર વધુ ભાર મૂકવામાં આવે છે. આ સમય દરમિયાન તમામ કેસોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું અને સક્ષમ સ્તરે વિચારણા કરવામાં આવી રહી છે.અને જો અધિકારી અથવા કર્મચારીની તાલીમનો સમયગાળો સંતોષકારક માનવામાં નથી આવતો તો તેમની સામે રાજ્ય સરકાર કાર્યવાહી કરે છે.

આ બાબતોને જોતાં જો તાલીમ સમયગાળોનો પ્રારંભ સંતોષકારક નહિ હોય તો આવા અધિકારીઓ કે કર્મચારીઓની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવશે.આવા પ્રોબેશનરી અધિકારી અથવા કર્મચારીને સમય પૂરો થવા પર લાંબા ગાળાના આદેશો આપતા પહેલા આ સૂચનાઓની તપાસ કરવી જોઈએ.

વહીવટી વિભાગ જારી

સામાન્ય વહીવટ વિભાગે કેબિનેટ સભ્યો, સચિવાલય વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, વિભાગોના વડાઓ, વિધાનસભાના વડાઓ, જાહેર સેવા આયોગ,તકેદારી આયોગ,સિવિલ સર્વિસ ટ્રિબ્યુનલ,ગુજરાત હાઈકોર્ટ, પંચાયત સેવા પસંદગી બોર્ડ, માહિતી આયોગ અને વડાઓને આવી સૂચનાઓ જારી કરી છે.સરકારી કચેરીઓએ આ આદેશનું પાલન કરવાનું રહેશે.

  • News Reporter

    Related Posts

    RBI એ ત્રણ બેંકો પર દંડ ફટકાર્યો, અમદાવાદની આ બેંકનું લાયસન્સ કર્યું રદ્દ

    દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગુરુવારે અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક, પંજાબ નેશનલ બેંક (PNB) અને ખાનગી ક્ષેત્રની બેંકો કોટક મહિન્દ્રા બેંક અને IDFC બેંક પર દંડ…

    સલમાન ખાનને ધમકી આપનારો વડોદરાથી પકડાયો, માનસિક રીતે અસ્થિર હોવાથી છોડી દેવાયો

    બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની અનેક ધમકીઓ આપી હતી. આ મામલે હવે મુંબઈની વરલી પોલીસે ગુજરાતના વડોદરાથી 26 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આ વ્યક્તિની વોટ્સઍપ મેસેજ દ્વારા સલમાન…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *