નડિયાદ: તાલુકા પંચાયત નડિયાદ ખાતે આઈ.સી.ડી.એસ. નડિયાદ ઘટક-૦૧ દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત “પૌષ્ટિક વાનગી સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં સેજા કક્ષાએ મિલેટ્સ અને THR કેટેગરીમાં પ્રથમ ત્રણ-ત્રણ સ્થાન મેળવનાર વિજેતા આંગણવાડી કાર્યકર બહેનોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિજેતા કાર્યકર બહેનોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પ્રોગ્રામ ઓફિસરશ્રી, બાળ વિકાસ યોજના અધિકારીશ્રી તેમજ નડિયાદ ઘટક-૦૧ અને સાથ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ચેતનભાઈ પટેલ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ તથા તેના લાભ અંગે ઉપસ્થિતોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસરશ્રી દિપીકાબેન વસાવા, તાલુકા વિકાસ અધિકારીશ્રી સંજયભાઈ શાહ, બાળ વિકાસ યોજના અધિકારીશ્રી પ્રિતીબેન પટેલ, ચેરીટેબલ ટ્રસ્ટના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ચેતનભાઈ પટેલ, ન્યૂટ્રીશન આસિસ્ટન્ટ CMTC મિતાલીબેન, જિલ્લા PSE કો-ઓર્ડીનેટર, જિલ્લા NNM પ્રોજેક્ટ આસિસ્ટન્ટ, મુખ્ય સેવિકાશ્રી હિનાબેન ચૌધરી, બ્લોક કો-ઓર્ડીનેટર નડિયાદ ઘટક-૦૧, PSE તેમજ આંગણવાડી કાર્યકર બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોષણયુક્ત આહાર અંગે જાગૃતિ વધારવા તેમજ મિલેટ્સ અને THR જેવી પૌષ્ટિક સામગ્રીના વધુ ઉપયોગને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો.





