
અમદાવાદમાં (Ahmedabad) ‘રક્ષક જ ભક્ષક’ બન્યા હોય તેવો એક વીડિયો વાઇરલ થયો છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, આ વાઇરલ વીડિયો દીવાન બલ્લુભાઈ રોડ (Diwan Ballubhai Road) પર હીરાભાઈ માર્કેટ પાસે બનેલી ઘટનાનો છે, જ્યાં બે પોલીસકર્મી દ્વારા એક વ્યક્તિને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. વાઇરલ વીડિયોમાં (Ahmedabad Policeman Viral Video) દેખાય છે કે બે પોલીસકર્મી હાથમાં દંડો લઈ શખ્સ પર ફરી વડે છે અને ઢોર માર મારે છે. હુમલામાં શખ્સ જમીન પર પડી જાય છે. રોંગ સાઈડમાં વાહન ચલાવવાને લઈને થયેલા ઝઘડામાં આ બની હોવાનું હાલ જાણવા મળ્યું છે.
પોલીસકર્મીઓનો આ વીડિયો વાઇરલ થતાં લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને અમદાવાદ પોલીસની (Ahmedabad Police) કામગીરી સામે સવાલ ઊભા કરી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે, જ્યારે ‘રક્ષક જ ભક્ષક’ બની જશે તો સામાન્ય નાગરિકનું શું થશે ? લોકો પોલીસ પર કેવી રીતે વિશ્વાસ મૂકશે ? વાઇરલ વીડિયોમાં શખ્સને માર મારતા પોલીસકર્મીઓ સામે હવે શું કાર્યવાહી થશે તેના પર સૌની નજર છે.