
હોળીનું નામ સાંભળતા જ આપણા મનમાં રંગ, ઉમંગ અને વાનગીઓની સુગંધ આવી જાય છે. તે ભારતના સૌથી પ્રાચીન અને મુખ્ય તહેવારોમાંથી એક છે, પરંતુ તેની શરૂઆત વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. જોકે હોળી સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. આમાં સૌથી વધુ પ્રસિદ્ધ હિરણ્યકશ્યપ અને પ્રહલાદની કથા છે, પરંતુ આ સિવાય રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી, કામદેવ અને રાક્ષસી ધુંધીને લગતી કથાઓ પણ પ્રચલિત છે. આવી સ્થિતિમાં ચાલો આ કહાનીઓને વિગતવાર જાણીએ.
હિરણ્યકશ્યપ અને પ્રહલાદની વાર્તા
હોળી સાથે જોડાયેલી આ કથા સૌથી વધુ લોકપ્રિય છે. હિરણ્યકશ્યપ નામનો રાક્ષસોનો રાજા હતો. તેઓ ભગવાન વિષ્ણુને પોતાના શત્રુ માનતા હતા. રાક્ષસ રાજાએ તેના રાજ્યમાં ભગવાન વિષ્ણુની પૂજા પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ વિષ્ણુ ભક્ત હતો. તેણે પોતાના પુત્ર પર ઘણી વખત અત્યાચાર ગુજાર્યો હતો. હિરણ્યકશ્યપે પ્રહલાદને પર્વત પરથી નીચે પછાડ્યો, હાથીના પગથી કચડી નાખ્યો પરંતુ તે બચી ગયો અને ભગવાન વિષ્ણુની પૂજા કરતો રહ્યો. આખરે અગ્નિમાં ન ભસ્મ ન થવાનું વરદાન ધરાવતી હિરણ્યકશ્યપની બહેન હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસી ગઈ હતી. પરંતુ હોલિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયો હતો. ત્યારથી હોલિકા દહનની પરંપરા ચાલી રહી છે.
એક દંતકથા અનુસાર હોળી રમવાનો સંબંધ શ્રી કૃષ્ણ અને વ્રજની રાધાથી છે. કૃષ્ણએ તેની માતા યશોદાને પૂછ્યું કે રાધા શા માટે આટલી ગોરી છે? યશોદાજીએ મજાકમાં કહ્યું કે રાધાને તમે તમારી જેવો રંગ લગાવી દો. ત્યારબાદ કૃષ્ણ પોતાના મિત્રો સાથે રંગો તૈયાર કરી રાધા રાણીને રંગવા માટે વ્રજ પહોંચ્યા હતા, ત્યારથી રંગ વાળી હોળીની પરંપરા શરૂ થઈ હતી. આજે પણ બરસાનાની લઠ્ઠમાર હોળી આ પરંપરાની યાદ અપાવે છે.
હોળી પર કૃષ્ણ અને તેના મામા કંસ સાથે જોડાયેલી એક દંતકથા પણ છે. કંસે પોતાના ભાણા કૃષ્ણને મારવા માટે પૂતના નામની રાક્ષસીને મોકલી હતી, જે ઝેર આપીને બાળકોને મારી નાખતી હતી. પરંતુ કૃષ્ણ તેનું સત્ય સમજી ગયા અને પૂતનાનો વધ કર્યો હતો. કહેવાય છે કે આ ઘટના ફાગણ પૂર્ણિમાના દિવસે બની હતી તેથી લોકો બુરાઇ પર અચ્છાઇના જીત ના રુપમાં હોળી ઉજવવા લાગ્યા.હોળીની શરૂઆત વિશે અલગ અલગ માન્યતાઓ છે. એવું માનવામાં આવે છે કે બરસાનામાં રાધા-કૃષ્ણના પ્રેમ અને ખેલથી હોળીનું રુપ બન્યું. ધીરે ધીરે આ તહેવાર આખા દેશમાં ફેલાઈ ગયો હતો.
ડિસ્ક્લેમર– આ લેખમાં આપવામાં આવેલી કોઈ પણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.