
પાકિસ્તાન તરફથી જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાનના બાડમેર અને અમૃતસરમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે, ભારતના સુદર્શન ચક્ર એટલે કે S-400 સિસ્ટમે ઘણી પાકિસ્તાની મિસાઇલોનો નાશ કર્યો છે. હાલમાં જમ્મુના અખનૂરમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, પાકિસ્તાન તરફથી ગોળીબાર ચાલી રહ્યો છે. ભારત પણ પાકિસ્તાનના આ નાપાક ષડયંત્રનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. ત્યાં જ ગુજરાતના ભુજમાં પણ સંપૂર્ણ બ્લેક આઉટ કરી દેવામાં આવ્ચું છે.
પાકિસ્તાન દ્વારા સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જે કારણે કચ્છના ભુજ નખત્રાણા અને નલિયામાં બ્લેક આઉટ કરી દેવાયું છે. સાથે જ નાગરીકોને પણ પોતાના ઘરની લાઈટો બંધ કરી દેવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં કચ્છના સીમાવર્તી ગામોમાં બ્લેક આઉટ કરી દેવામાં આવ્યું છે.