દિવાળીમાં હવા પ્રદૂષણ સામે સ્વાસ્થ્યનું રક્ષણ કરવાની 4 સરળ ટીપ્સ

દિવાળી દરમિયાન ફટાકડા ફાડવાથી હવા પ્રદૂષણ વધી જાય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. હવા પ્રદૂષણથી બચવા માટે આ 4 સરળ બાબતનું ધ્યાન રાખવું જોઇએ.

દેશ-દુનિયામાં દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર આપણા માટે સુખ, ઉત્સવ અને એકતાની ભાવના લાવે છે. દિવાળી દરમિયાન ફટાકડા પણ ખૂબ જ હોય છે. જો કે દિવાળી પર ફટાકડા ફોડ્યા બાદ હવા પ્રદૂષણ પણ ખૂબ વધી જાય છે. સાથે જ દિવાળી પહેલા પણ દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ કેટેગરી નોંધવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, દિવાળી દરમિયાન હવા પ્રદૂષણ પણ ઘણી સ્વાસ્થ્ય સમસ્યા વધારી શકે છે. તેનાથી બચવા માટે તમારે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે.

દિવાળી પર પ્રદૂષણથી કેવી રીતે બચવું.

દિવાળી તહેવારમાં ફટાકડા ફોડવાથી હવા પ્રદૂષણ વધી જાય છે. આનાથી બચવા માટે તમારે માસ્કનો ઉપયોગ કરવો જોઇએ. કોઈ જરૂરી કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળો.

ઘરમાં એર પ્યુરિફાયરનો ઉપયોગ કરો

હવા પ્રદૂષણ ઘરની હવાને પણ અસર કરી શકે છે. ઘરની અંદર હવાનું સ્તર સારું રાખવા માટે તમે એર પ્યુરિફાયરનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ ઇનડોર એર ક્વોલિટીમાં સુધારો કરી શકે છે.

ઘરની બારીઓ અને દરવાજા બંધ રાખો.

જો કે ઘરમાં વેન્ટિલેશનનું ખૂબ જ મહત્વ છે. પરંતુ, હવા પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય ત્યારે ઘરના બારી દરવાજા બંધ રાખો. જેનાથી ઘરની અંદર બહારની પ્રદૂષિત હવા અંદર નહીં પ્રવેશે અને ઘરની અંદરની હવા સારી રહેશે.

બોડી હાઇડ્રેટેડ રાખો.

દિવાળીના અવસર પર પ્રદૂષણનું પ્રમાણ વધારે હોવાને કારણે તમને શ્વાસ લેવામાં પણ તકલીફનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, વધુ માત્રામાં પાણી પીવો, આ તમારા શરીરમાંથી ઝેર દૂર કરે છે અને તમારું શ્વસનતંત્ર યોગ્ય રીતે કાર્ય કરે છે. પાણી પીવાથી તમારું બોડી હાઇડ્રેટેડ રહે છે.

રોગપ્રતિકારક શક્તિનું ધ્યાન રાખો.

હવા પ્રદૂષણની અસરોથી બચવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિનું વિશેષ ધ્યાન રાખો. આવામાં તમે આદુ, હળદર, મધ અને ખાટા ફળનું સેવન કરી શકો છો. તેમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે, જે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિને સારી બનાવે છે.

(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.)

  • News Reporter

    Related Posts

    B12 લેતા હોય તો ચેતી જજો! આ 3 વિટામિન સપ્લીમેન્ટ્સ શરીરનો કરે છે સત્યાનાશ, દૂર રહેવામાં જ ડહાપણ

    અમુક વિટામીન સપ્લીમેન્ટ્સ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, ખાસ કરીને તમારા પાચનતંત્રને વધારે નુકસાન પહોંચાડી શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, અમુક વિટામિન સપ્લીમેન્ટ્સ આપણા આંતરડાને જોખમમાં નાખી શકે છે.વિટામિન શરીર…

    આંતરડાની સફાઈ કરવા ક્યાં પીણાં છે ઉપયોગી?

    છાશ અથવા કાંજીનું સેવન શરીરમાં સારા બેક્ટેરિયા વધારીને ખરાબ બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. પણ અહીં આંતરડાની સફાઈ કરવા માટે ઉનાળા દરમિયાન તમારે કયું ડ્રિંક પસંદ કરવું જોઈએ? પ્રોબાયોટિક્સ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *