જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી હતી

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની ગઈકાલે કડી ખાતે એક ડાયરાના કાર્યક્રમમાં તબિયત લથડી હતી. જેના બાદ તેમને અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. જોકે, એક રાહત આપતો વીડિયો સામે આવ્યો છે. જેમાં માયાભાઈ આહીરે ચાહકોને સંદેશ આપ્યો છે કે, ‘હું એકદમ રેડી છું, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.’ માયાભાઈ આહીરની તબિયતમાં હાલ સુધારો છે તેવું તેમના પરિવારજનોનું કહેવું છે.

ચાલુ ડાયરામાં લથડી હતી તબિયત

સોમવારના રોજ મહેસાણાના ઝુલાસણમાં ડાયરાના કાર્યક્રમ પહેલા માયાભાઈ આહીરની તબિયત લથડી હતી. ઝુલાસણ ગામે અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમને લઈ ડાયરાનું આયોજન કરાયું હતું. પરંતું ડાયરા પૂર્વે માયાભાઈ આહીરને છાતીમાં દુખાવો ઉપ઼્યો હતો. તબિયત ખરાબ હોવા છતાં ચાહકો માટે સ્ટેજ પર પહોંચ્યા હતા, પરંતુ ડાયરાની શરૂઆતમાં સ્તુતિ ગાયા બાદ તેમની તબિયત લથડી હતી. જેથી તેમને તાત્કાલિક અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. જેના બાદ માયાભાઈ આહીરના સમાચાર મળતા જ તેમના ચાહકવર્ગમાં ચિંતા વ્યાપી ગઈ હતી.

હોસ્પિટલમાંથી માયાભાઈએ ચાહકોને આપ્યો મેસેજ

આવામાં માયાભાઈ આહીરનો હોસ્પિટલમાંથી વીડિયો સામે આવ્યો છે. હોસ્પિટલમાં માયાભાઈએ ચાહકોને મેસેજ આપ્યો કે, આપણે એકદમ રેડી છીએ ચિંતા ન કરો. તો તેમના હેલ્થ અપડેટ અંગે કલાકાર બ્રિજરાજ ગઢવીએ જણાવ્યું કે, હાલ માયાભાઈની તબિયત સ્થિર છે. ગઈકાલે બપોરથી તેમની તબિયત ખરાબ હતી. માતાજીની દયાથી હાલ તબિયત સ્થિર છે. ડોક્ટરે હાલ માયાભાઈને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે.

હાલમાં જ દીકરાના ધામધૂમથી કર્યા હતા લગ્ન

માયાભાઈ આહીરના નાના પુત્ર જયરાજ આતા આહીરના લગ્ન ધામધૂમથી થયા હતા. આ રજવાડી સ્ટાઈલામાં ભવ્ય રીતે લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમા ગુજરાતની અનેક હસ્તીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા. હેલિકોપ્ટરમાં જાન લઈને જતા આખું ગામ જોવા માટે ટોળે વળ્યું હતું. વળી સાંજે ફુલેકું પણ એટલું ભવ્ય નીકળ્યું હતું

  • News Reporter

    Related Posts

    અમદાવાદમાં નશામાં ચૂર કારચાલકનું કારસ્તાન, રોડ પર આવેલા મંદિરમાં ઘૂસાડી દીધી કાર

    અમદાવાદમાં મોડી રાત્રે દાણીલીમડા વિસ્તારમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત કારચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં તેમજ રોડ પરના મંદિર સાથે અથડાતા મંદિર પણ ખંડિત કરી દીધુ હતું.…

    30 લાખની લાંચ કેસમાં અધિક સચિવ અને નિવૃત્ત ડિનની સંપત્તિ મુદ્દે તપાસ હાથ ધરાઈ

    ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ બુધવારે જણાવ્યું હતું કે તેમણે આરોગ્ય વિભાગના બે ગેઝેટેડ અધિકારીઓ, એક સેવારત અને બીજો નિવૃત્ત સામે 30 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપસર ગુનો નોંધ્યો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *