ઓપરેશન સિંદૂર સૈન્ય બળથી નહીં જન બળથી જીતવું જોઈએ : ગાંધીનગરમાં પીએમ મોદી

પીએમ મોદીનો ભવ્ય રોડ શો પુરો થયા બાદ મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં 20 વર્ષ શહેરી વિકાસના’ ઉજવણી કાર્યક્રમમાં સભાને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર ઉપર ભાર આપ્યો હતો. તેમણે ઓપરેશન સિંદૂરને જીતવા માટે સૈન્ય બળની સાથે જન બળ પર પણ ભાર આપ્યો હતો. મેડ ઈન ઈન્ડિયા ઉપર ભારત આપતા લોકોને અપિલ કરી હતી કે હવેથી લોકો વિદેશી વસ્તુઓનો ઉપયોગ ન કરે. ભારતમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.

ઓપરેશન સિંદૂરની સફળતાનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરને સમગ્ર વિશ્વમાં ગુંજતું બનાવ્યું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “75 વર્ષથી આપણે આતંકવાદનો ભોગ બની રહ્યા છીએ, પણ હવે બહુ થયું. ભારત હવે તેને સહન કરશે નહીં. આપણે આતંકવાદના આ કાંટાને મૂળમાંથી ઉખેડી નાખીશું.” ગાંધીનગરમાં એક વિશાળ સભાને સંબોધતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરની સફળતાનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી. તેમણે કહ્યું, ‘શરીર ગમે તેટલું સ્વસ્થ હોય, જો કાંટો ચોંટી જાય, તો આખું શરીર અસ્વસ્થ રહે છે.’ એટલા માટે અમે નક્કી કર્યું છે કે અમે તે કાંટો દૂર કરીશું.

હવે કોઈ કોઈ પુરાવા માંગી શકશે નહીં

પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે યુદ્ધના મેદાનમાં પાકિસ્તાનને ત્રણ વખત હરાવ્યું છે અને હવે ઓપરેશન સિંદૂર દ્વારા, ભારતીય સેનાએ ફરી એકવાર આતંકના માસ્ટર્સને પાઠ ભણાવ્યો છે. આ કાર્યવાહીમાં, ભારતીય સેનાએ પાકિસ્તાનની ધરતી પર 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ખાસ વાત એ છે કે આ સમગ્ર કાર્યવાહી કેમેરાની સામે થઈ હતી, જેથી પાકિસ્તાન અને તેના સમર્થકો હવે પુરાવા માંગવાની હિંમત ન કરે.

તેમણે પાકિસ્તાન પર જોરદાર પ્રહાર કરતા કહ્યું, ‘1947માં ભારત માતાના ટુકડા થઈ ગયા હતા. સાંકળો કાપવી જોઈતી હતી, પણ હાથ કાપી નાખવામાં આવ્યા હતા.’ દેશ ત્રણ ભાગમાં વહેંચાઈ ગયો અને તે જ રાત્રે કાશ્મીરની ધરતી પર પહેલો આતંકવાદી હુમલો થયો. પાકિસ્તાને મુજાહિદ્દીનના નામે આતંકવાદીઓની મદદથી ભારત માતાના એક ભાગ પર કબજો કર્યો. જો આ મુજાહિદ્દીનોને તે દિવસે મારી નાખવામાં આવ્યા હોત અને સરદાર પટેલની સલાહ સ્વીકારવામાં આવી હોત, તો છેલ્લા 75 વર્ષથી ચાલી રહેલી ઘટનાઓનો આ ક્રમ જોવા ન મળ્યો હોત.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “6 મેની રાત્રે માર્યા ગયેલા લોકોના મૃતદેહોને પાકિસ્તાનમાં રાજકીય સન્માન આપવામાં આવ્યું. તેમના શબપેટીઓ પર પાકિસ્તાની ધ્વજ લગાવવામાં આવ્યા, ત્યાંની સેનાએ તેમને સલામી આપી. આ સાબિત કરે છે કે આતંકવાદી પ્રવૃત્તિ કોઈ પ્રોક્સી યુદ્ધ નથી, આ તમારી (પાકિસ્તાનની) સારી રીતે વિચારેલી યુદ્ધ વ્યૂહરચના છે, તમે યુદ્ધ કરી રહ્યા છો, તેથી તમને પણ એ જ જવાબ મળશે.”

  • News Reporter

    Related Posts

    અમદાવાદમાં સાબરમતી નદી પર 12 માળની ઇમારત જેટલો ઊંચો પુલ બની રહ્યો છે, જાણો વિગત

    અમદાવાદમાં સાબરમતી નદી પર એક નિર્માણાધીન પુલ જે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર (MAHSR) અથવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ભાગ છે, તે અદ્યતન બેલેન્સ કેન્ટીલીવર ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યો…

    1 ઓગસ્ટથી લાગૂ થશે નવા નિયમો, ક્રેડિટ કાર્ડ, UPI, LPG સહિત 6 ફેરફાર થશે

    1 ઓગસ્ટ 2025થી ઘણા મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે, જે તમારા ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. જેમાં ક્રેડિટ કાર્ડ, UPI, LPG, CNG, બેંક રજાઓ અને હવાઇ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *