
લાભ પંચમ એક ખૂબ જ મહત્વનો તહેવાર છે, જે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે લાભ પાંચમ આજે એટલે કે 6 નવેમ્બર, 2024ના રોજ ઉજવવામાં આવી રહી છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં આ દિવસ સૌભાગ્ય-લાભ પંચમી તરીકે ઓળખાય છે.
લાભ પંચમ એક ખૂબ જ મહત્વનો તહેવાર છે, જે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે લાભ પાંચમ આજે એટલે કે 6 નવેમ્બર, 2024ના રોજ ઉજવવામાં આવી રહી છે. લાભ પાંચમને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી અને લાભ પાંચમ જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમનો દિવસ સમૃદ્ધિ, જ્ઞાન અને સૌભાગ્ય સાથે જોડાયેલો છે.ગુજરાતના ઘણા વિસ્તારોમાં આ દિવસ સૌભાગ્ય-લાભ પંચમી તરીકે ઓળખાય છે. જેમાં “સૌભાગ્ય”નો અર્થ ભાગ્ય અને “લાભ”નો અર્થ ફાયદો થાય છે.
લાભ પાંચમની તારીખ અને મુહૂર્તલાભ પાંચમની તારીખ: બુધવાર, 6 નવેમ્બર, 2024પ્રાતઃ કાળ લાભ પાંચમી પૂજા મુહૂર્ત: 06:36 AM to 10:14 AM
મુહૂર્તનો સમયગાળો: 3 કલાક અને 38 મિનિટલાભ પાંચમની તિથિનો પ્રારંભ: 6 નવેમ્બર, 2024ના રોજ મધરાત્રે 12:16 વાગ્યેલાભ પાંચમની તિથિની સમાપ્તિ: 7 નવેમ્બર, 2024ના રોજ રાત્રે 12:41 વાગ્યે
લાભ પાંચમનું મહત્વ
ગુજરાતમાં લાભ પાંચમ દિવાળીના તહેવાનો છેલ્લો દિવસ માનવામાં આવે છે. આ દિવસને ખાસ કરીને કોઈ બિઝનેસ શરુ કરવાનો અથવા દિવાળીની રજાઓ બાદ બિઝનેસને ફરીથી શરુ કરવાનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે લાભ પાંચમના દિવસે કરવામાં આવેલી પૂજા સૌભાગ્યને આકર્ષિત કરે છે અને જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં સફળતા અપાવે છે. આ દિવસે બિઝનેસના નવા ખાતા શરુ થાય છે, જેનાથી આગામી વર્ષ માટે સમૃદ્ધિના આશીર્વાદ મળે છે.
લાભ પાંચમના દિવસે આ રીતે કરો પૂજા
લાભપાંચમના દિવસે ભક્તો સમૃદ્ધિ અને સફળતાનાં આશીર્વાદ મેળવવા માટે અનુષ્ઠાન અને પ્રાર્થના કરે છે.બિઝનેસ અને ઘરની પૂજા: ગુજરાતના મોટાભાગના વ્યાવસાયિકો લાભ પાંચમના દિવસે ઓફિસ કે દુકાનો ખોલે છે, ત્યારે સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે અનુષ્ઠાન કરવામાં આવે છે. જેમાં પૂજા કરવામાં આવે છે, ખાતાવહીની પૂજા કરવામાં આવે છે.
સારા ભાગ્ય માટે પારિવારિક પૂજા: આ દિવસે લોકો પોતાના પરિવારના કલ્યાણ અને સમૃદ્ધિ માટે એકસાથે પ્રાર્થના કરે છે. તેમજ ભાગ્ય, લાભ અને ખુશી માટે ભગવાનને પ્રાર્થના કરીને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.
શુભકામનાઓ આપ-લે: આ દિવસે લોકો પરિવાર અને મિત્રો સાથે સૌભાગ્ય અને સમૃદ્ધિની કામનાઓની આપ-લે કરે છે, જે આગામી ભાગ્યશાળી વર્ષની આશાઓનું પ્રતીક છે.