
૧૭ સુપરસ્ટાર રોજ અલ્લૂ અર્જુન અને સુકુમારની પેન- ઈન્ડિયા એક્શન ડ્રામા ફિલ્મ ‘પુષ્પા ૨ : ધ રૂલ’નું ટ્રેલર લોન્ચ થયું હતું. બિહારના પટનાના ગાંધી મેદાનમાં એક લાઈવ ઈવેન્ટ દ્વારા આ ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું હતું. આ ખાસ અવસરમાં ફિલ્મના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાએ ભાગ લીધો હતો.જણાવી દઈએ કે, આ ફિલ્મ આગામી ૫ ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા- ધ રૂલ’ની ટ્રેલર રીલીઝ ઈવેન્ટમાં ફેન્સનું ગાંડપણ એટલું હતું કે અલ્લુ અર્જુન અને રશ્મિકાની એક ઝલક મેળવવા ગાંધી મેદાનમાં ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી. જેના ફેન્સએ તેમના મનપસંદ સ્ટાર્સને જોવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા હતા. જેમાં અરાજકતા અને નાસભાગ જેવી સ્થિતિ સર્જીકોરોને હતી. જેમ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પટનાના ગાંધી મેદાનનો ટ્રેલર લોન્ચ વખતેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્થિતિ એવી હતી કે ફેન્સ અલ્લુ અર્જુન અને રશ્મિકાને જોવા માટે ગ્રાઉન્ડમાં સ્થાપિત સ્ટ્રક્ચર્સ અને બેરિકેડ પર ચઢી ગયા હતા. આ પરિસ્થિતિને સંભાળવા માટે સુરક્ષા દળોને તૈનાત કરવા પડ્યા હતા. પરિસ્થિતિ એવી હતી કે ફેન્સ તેમના પ્રિય એક્ટર અલ્લુ અર્જુનના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. જો કે અલ્લુ અર્જુન સમયસર સ્ટેજ પર ન આવવાને કારણે કેટલાક લોકો ગુસ્સે થઈ ગયા અને ગાંધી મેદાનમાં ચપ્પલ ફેંકવા લાગ્યા હતા. અલ્લુ અર્જુન સમયસર સ્ટેજ પર ન આવતા લોકો ગુસ્સે ભરાયા હતા.