
અમદાવાદના વાળીનાથ ચોક BRTS સ્ટેન્ડ નજીક આગથી મચી અફરાતફરી. BRTS સ્ટેન્ડ નજીક પૂંઠા ભરેલી પીકઅપ વાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી. આગને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી, અને આગ પર કાબૂ મેળવ્યો. મહત્વપૂર્ણ છે કે આગની ઘટનામાં ઇજા કે જાનહાનીના અહેવાલ નથી.