
અભિનેતા ગોવિંદાનું 30 વર્ષીય મરાઠી અભિનેત્રી સાથે લગ્નેત્તર સંબંધ છે. જેને લઇને ગોવિંદા અને સુનિતાના સંબંધોમાં ખટરાગ પેદા થયો છે. અને હવે આ દંપત્તિ છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. સુનિતાએ તાજેતરના ઘણા ઇન્ટરવ્યુમાં ગોવિંદાના અફેર વિશે સંકેતો આપ્યા છે. તેઓ બંને અલગ અલગ ઘરમાં રહે છે, કારણ કે તેમના સમયપત્રક એક સરખા નથી. 37 વર્ષના લગ્નજીવનમાં કોઇ ત્રીજા વ્યક્તિએ દસ્તક આપી હોવાના સંકેત જોવા મળી રહ્યા છે.37 વર્ષના લગ્નજીવન પછી આ કપલ લેશે છૂટાછેડા.
ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજાએ અલગ થવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે. લગ્નના 37 વર્ષ પછી બંનેએ આ નિર્ણય લીધો છે. ગોવિંદા અને સુનિતા આહુજા ઘણીવાર ઘણા શોમાં સાથે જોવા મળતા હતા. જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, આ બોલિવૂડ કપલ છેલ્લા કેટલાક સમયથી એકબીજાથી અલગ રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોવિંદા અને સુનિતા આહુજાની અલગ અલગ જીવનશૈલીએ તેમની વચ્ચે અંતર બનાવ્યું છે.
રિપોર્ટ અનુસાર, ગોવિંદા અને સુનિતા આહુજા છેલ્લા કેટલાક સમયથી અલગ રહી રહ્યા છે. અત્યાર સુધી, ગોવિંદા કે સુનિતા આહુજાએ છૂટાછેડાની અફવાઓ પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. બોલિવૂડ નાઉના અહેવાલ મુજબ, છૂટાછેડા પાછળનું કારણ ગોવિંદાનું મરાઠી અભિનેત્રી સાથેનું કથિત અફેર છે. બોલિવૂડ નાઉ અનુસાર, ગોવિંદાના મરાઠી અભિનેત્રી સાથેના કથિત અફેરને કારણે છૂટાછેડા થવાનો નિર્ણય લીધો છે. હિન્દી રશ સાથેના એક ઇન્ટરવ્યુમાં, સુનિતા આહુજાએ પોતાની જીવનશૈલી વિશે કેટલાક ખુલાસા કર્યા. તેણે કહ્યું કે તેઓ મોટાભાગે અલગ અલગ ઘરમાં રહે છે કારણ કે ગોવિંદા ઘણીવાર તેના બંગલામાં રહે છે.
ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજાએ અલગ થવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે. લગ્નના 37 વર્ષ પછી બંનેએ આ નિર્ણય લીધો છે.